નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે વધુ 5 પોઝિટીવ કેસ નોંધાયા
-સારવાર હેઠળના 5 દર્દીઓ સાજા થતાં રજા આપી
રાજપીપળા તા.23 જુન 2020 મંગળવાર
નર્મદા જિલ્લામાં ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 28સેમ્પલો પૈકી 22 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે 6 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે.
જેમાં ગરૃડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૩૦ વર્ષના એક પુરૃષ,34 વર્ષ એક પુરૃષ,36 વર્ષ એક પુરૃષ અને 37 વર્ષએક પુરૃષ તેમજ નાંદોદ તાલુકાના વાવડી ગામે નર્મદા હોટલ વિસ્તારના રહીશ 20 વર્ષ એક પુરૃષ અને 27 વર્ષ એક પુરૃષનો સમાવેશ થાય છે. આ દરદીઓને રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.
જિલ્લાની રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના કોરોના પોઝિટિવ કેસના ૫ દરદીઓ આજે સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી છે.આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૨૯ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે 69 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા.23 મી ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-64,697 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કર્યું છે, જેમાં શરદી-ખાંસીના 67 દરદીઓ, તાવના 41 દરદીઓ, ડાયેરીયાના 32 દરદીઓ સહિત કુલ -140 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૃરી સારવાર પુરી પાડી છે. તેની સાથે આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 829079 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-30 પોટેન્સી ગોળી 298794 લોકોને વિતરણ કરાઇ છે.