ગરૂડેશ્વરના ગોરા ગામે શુલપાણેશ્વર મંદિરમાં 6.98 લાખની મત્તાની ચોરી
રાજપીપળા તા 16 જુન 2020 મંગળવાર
ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક નર્મદા તટે આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે .
ગોરા ગામ નજીક નર્મદા તટે આવેલા પ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગઈ કાલે રાત્રે ચોરીનો બનાવ બનતા મંદિરના પૂંજારી રવિશંકર ત્રિવેદીએ ફરિયાદ આપી હતી.
ગત રાત્રે અજાણ્યા શખ્સો મંદિરના દરવાજાના તાળા તોડી મંદિર ગૃહમાંથી પંચ ધાતુનો નાગ 1.25 કિ.ગ્રારૂ.5.75 લાખ તેમજ શિવલિંગ ઉપરનું ચાંદીનું છત્ર વજન-1.5 કિલો રૂ.75 ૦૦૦,ચાંદીનો મુગટ વજન 250 ગ્રામ રૂ.12,5૦૦ ,ચાંદી ની પંચધાતુની ગણેશજીની પ્રતિમા સહિતના અન્ય દાગીનાની ચોરી કરી કુલ રૂ.6,98, 3૦૦ ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા હતા. સવારે પૂંજારી એ મંદિર ખોલતા ચોરી થયાં હોવાનું માલુમ પડતા પુંજારીએ પીલીસ ને જાણ કરી હતી ગરુડેશ્વર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા ડેમ બનતા જૂનું શુલપાણેશ્વર મંદિર ડૂબ માં જતા આ મંદિર ગોરા પાસે શતડન્ટર કર્યું હતું.