Updated: May 25th, 2023
ફિયન્સ સામાન્ય ઈજા સાથે ઉગરી ગયો
વૈભવીએ બારીમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો, માથામાં ગંભીર ઈજા હતી
મુંબઇ : 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' સિરિયલથી જાણીતી ટીવી કલાકાર વૈભવી ઉપાધ્યાયનાં એક અકસ્માતમાં મોતથી ટીવી જગત ભારે શોકમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે હવે એવી વિગત બહાર આવી છે કે વૈભવીએ કારમાં જો સીટ બેલ્ટ બેલ્ટ પહેર્યો હોત તો કદાચ તેનો જીવ બચી શકે તેમ હતો.
અહેવાલો અનુસાર વૈભવી અને તેનો ફિયાન્સ કારમાં મુસાફરી કરી રહ્યા હતા.તેઓ એક સાંકડા માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક તીવ્ર વળાંક ર્ આવ્યો હતો, અને સામેથી એક ટ્રક આવી રહી હતી.તેથી તેમણે એ ટ્રકને પસાર થવા દીધી હતી. આ પછી તરત જ કાર આગળ વધી હતી અને ટ્રેકે જોરદાર ટક્કર મારી હતી. પરિણામે કારને જોરથી ધક્કો લાગ્યો હતો અને વૈભવી જે બાજુ પર બેઠી હતી તે તરફ ખીણ હતી.
વૈભવીની કારને વધુ જોરદારઝાટકો લાગ્યો હોવાથી તેની કાર ઊંધી થઇને ખીણમાં પડી ગઇ હતી. વૈભવીના ખીણ તરફ બેઠી હતી અને તેણે સીટ બેલ્ટ પહેર્યો નહતો. તેના માથા પર સખત ઇજા થઇ હતી અને તેને મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. પરિણામે તેને ઘટના સ્થળ પર મેસિવ કાર્ડિયર અરેસ્ટ આવી ગયો હતો. લોકો તરત જ ભેગા થઇ ગયા અને તેને બહાર લાવવામા ંવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. તેના ફિયાન્સને બન્ને હાથમાં હળવી ઇજાઓ થઇ છે.
કુલુ પોલીસના સૂત્રોને ટાંકીને અન્ય અહેવાલમાં એમ જણાવાયું છે કે વૈભવીએ બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેને ગંભીર ઈજાઓ થઈ હતી.