નવી મુંબઈ એપીએમસીમાં ફળો અને શાકભાજીની કિંમતમાં 20 ટકા સુધીનો ઘટાડો


- માર્કેટમાં સીઝનના શાકભાજીની આવક વધી

- આ ઘટેલાં ભાવ થોડાં સમય પૂરતાં જ રહેશે એવી વેપારીઓની ધારણા

મુંબઈ: શિયાળામાં લીલા શાકભાજી તેમજ સીઝનના ફળો ખાવાની મજા અલગ હોય છે. વળી નવી મુંબઈ એપીએમસીમાં આ વખતે ફળો અને શાકભાજીની આવક સારી થતાં શાકભાજી, ફળોની કિંમતો 20 ટકા સુધી ઘટેલી જોવા મળી રહી છે. સ્ટ્રોબેરી, ઈરાની સફરજન, ચીકુ જેવા ફળોથી લઈ ટામેટા, રીંગણ, કોબી જેવા શાકભાજી પણ સસ્તાં થયાં છે.

ગયા વર્ષની તુલનાએ આ વર્ષે કુલ આવક ઓછી હોવા છતાંય છેલ્લાં બે અઠવાડિયાથી સંતરા અને દ્રાક્ષની કિંમત ઘટી છે. પર્સોમોન નામનું નારંગી રંગનું આલુ જેવું ફળ પણ લોકલ માર્કેટમાં ઓક્ટોબરના અંતિમ અઠવાડિયાથી આવવા માંડયું છે. જે જમ્મુ અને કાશ્મીરથી અહીં આવે છે. લીલાં સીતાફળ જાણે ગોલ્ડન સીતાફળ સાથે સ્પર્ધામાં ઊતર્યા હોય તેવું લાગી રહ્યું છે. ગોલ્ડન સીતાફળ સસ્તાં હોય છે, કારણ તેમાં અંદર જીવાત હોવાની પણ શક્યતા રહે છે. તે પહેલાં 1 રુપિયા કિલોએ વેંચાતા હતાં હવે તેની પણ કિંમત ઘટી છે.

ટામેટા, દૂધી, રીંગણ, કારેલા, ટીંડોળા, કોળાની આવક ઈંદોર અને ગુજરાતથી વધવાને કારણે માર્કેટમાં આ શાકભાજીના ભાવમાં પણ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે વેપારીઓનું કહેવું છે કે આ ભાવ થોડાં દિવસ પૂરતો જ રહેશે. કારણ જો ઠંડક વધશે તો કેટલાંક છોડવા તેમાં ટકી શકશે નહીં અને ફરી માલની અછત સર્જાય તો ભાવ વધી શકે છે. 

શાકભાજી અને ફળ (પ્રતિકિલો)

બે અઠવાડિયા પહેલાંની કિંમત

હાલના ભાવ

કોળું

રુા.૧૪ થી ૨૬

રુા.૧૨ થી ૧૮

દૂધી

રુા.૨૦ થી ૩૦

રુા.૧૫ થી ૨૫

ફૂલકોબી

રુા. ૧૬ થી ૨૦

રુા.૧૪ થી ૧૮

ટામેટાં

રુા.૨૦ થી ૩

રુા. ૧૨ થી ૧૪

રીંગણ

રુા. ૨૮ થી ૪૦

રુા. ૨૬ થી ૩૦

સંતરા

રુા. ૪૦ થી ૮૦

રુા.૨૦ થી ૪૫

ચીકુ

રુા.૪૦ થી ૧૨૦

રુા. ૧પ થી ૪૫

કાળી દ્રાક્ષ

રુા.૧૫૦ થી ૨૦૦

રુા.૧૨૦ થી ૧૬૦

લીલી દ્રાક્ષ

રુા.૧૦૦ થી ૧૪૦

રુા.૮૦ થી ૧૨૦

સીતાફળ

રુા.૧૦૦ થી ૧૨૦

રુા.૫૦ થી ૭૦

City News

Sports

RECENT NEWS