Mumbai

કુંભમેળા ધ્વજારોહણને લીધે ત્ર્યંબકેશ્વર મંદિર આજે અને આવતીકાલે બંધ

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
નાસિક-ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભમેળાના ધ્વજારોહણને કારણે ત્ર્યંબકેશ્વર મંદિર શુક્રવારે બપોરે 12 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. ફક્ત અધિકૃત પાસધારકો અને સ્થાનિક રહેવાસીઓ જ દર્શન કરી શકશે. નિયમભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભમેળા ધ્વજારોહણને લીધે ત્ર્યંબકેશ્વર મંદિર આજે અને આવતીકાલે બંધ

મહાનુભવોની સુરક્ષા ખાતર નિર્ણય

અધિકૃત પાસધારકો અને સ્થાનિક રહેવાસીઓ જ દર્શન કરી શકશે

નાસિક- નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળાના ધ્વજારોહણ સમારોહને લીધે ત્ર્યંબકેશ્વરનું મંદિર શુક્રવારે અને શનિવારે બે દિવસ બંધ રાખવામાં આવશે.

યંબકેશ્વરના  કુશાવર્ત તીર્થ પર શનિવારે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ  સમારોહ યોજાશે. આ  મહાનુભાવોની સુરક્ષાની બાબત ધ્યાનમાં લઇને મંદિર બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ત્ર્યંબકેશ્વર મંદિર આવતીકાલે બપોરે બાર વાગ્યાથી શનિવારે સાંજે છ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

આ  બે દિવસ દરમ્યાન ત્ર્યંબકેશ્વરના સ્થાનિક રહેવાસીઓ  અને અધિકૃત પાસ ધરાવતા ભક્તો જ દર્શન કરી શકશે. જિલ્લા પ્રશાસનના આદેશનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.