Mumbai

કેતનને ધક્કો મારતી વખતે સિયાનો બેસવાનો સંકેત તેની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
પુણેના બિલ્ડર કેતન અગ્રવાલની લોહગઢ કિલ્લા પર હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કથિત પ્રેમી ચેતન ચૌધરીએ સિયા ગોયલને બચાવવા ખાસ સંકેત આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે ચેતને પોલીસથી બચવા વારંવાર ટી-શર્ટ બદલ્યા અને કારને બદલે સ્કૂટર પર 90 કિમીનો પ્રવાસ કર્યો હતો. તેણે ટોલ પ્લાઝા પર CCTVથી બચવા ટુ-વ્હીલરનો ઉપયોગ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

કેતનને ધક્કો મારતી વખતે સિયાનો બેસવાનો સંકેત તેની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો

પુણેના બિલ્ડર  હત્યાકાંડ

પડતી વખતે સિયાને પકડે નહીં માટે સંકેત ઃપોલીસથી બચવા માટે ચેતને વારંવાર ટીશર્ટ બદલી અને કારને બદલે સ્કૂટર પર પ્રવાસ કરેલો

મુંબઈ -    પુણેના બિલ્ડર કેતન અગ્રવાલને  લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવા દરમિયાન મંગેતર સિયા ગોયલ તેની  પહોંચથી દૂર અને સલામત રહે તેની કથિત પ્રેમી ચેતન ચૌધરીએ પહેલા ખાતરી કરી હતી. આ ઉપરાંત બચવા માટે ચેતને વારંવાર ટીશર્ટ બદલી અને કારને બદલે સ્કૂટર પર પ્રવાસ કર્યોે હતો. ચૌધરીએ સ્કૂટર પર ઐતિહાસિક સ્થળની મુસાફરી કરીને પોતાનું હોમવર્ક પણ કર્યું હતું. તેને ડર હતો કે ટોલ પ્લાઝા પર કાર ઝડપાય  શકે છે.

     ૧૮ જૂનના રોજ પુણે જિલ્લાના લોહગઢ  કિલ્લામાં ૨૫ વર્ષીય અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડવા અને તેને ખડક પરથી ધક્કો મારવાના આરોપમાં સિયા ગોયલ (૨૦) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (૨૨)ની ધરપકડ કરવામાં આવી છે.

   એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્લાન  મુજબ  કેતનને ધક્કો મારવા સિયાના  બેસવાનો સંકેત હતો.  બંનેએ નક્કી કર્યું હતું કે સિયા પાણી પીવા માટે અથવા તેના શૂઝની દોરી બાંધવાના બહાને જમીન પર બેસશે. ખરેખર તો સિયાને બચાવવા માટે પણ વિચારીને લેવાયેલું પગલું હતું.

     આ સિગ્નલ જાણી જોઈને પસંદ કરવામાં આવ્યું હતું. કેતનને  ધક્કો મારતી વખતે સિયા  તેની  પહોંચમાં ન આવે માટે આ નિર્ણય લીધો હતો. તેમને ડર હતો કે જો ચેતને કેતનને ધક્કો માર્યો અને બાદમાં પડતી વખતે બચવા માટે સિયાને પકડવાનો પ્રયાસ કર્યો તો તે પણ ખાઈમાં પડી શકે છે. આમ સિયાની  સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્લાન  બનાવવામાં આવ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું.

    સહ-આરોપી ચૌધરીએ ૧૮  જૂનના રોજ ગોયલ અને અગ્રવાલનો પીછો કરતી વખતે પોતાની હાજરી છુપાવવા માટે ખૂબ કાળજી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે જાણી જોઈને પુણેથી લોહાગઢ કિલ્લા સુધી, લગભગ ૯૦ કિમીનું અંતર, કારને બદલે સ્કૂટર પર મુસાફરી કરી હતી.

    આરોપી ચેતન ચૌધરીએ પોલીસને છેતરવા માટે સંપૂર્ણ સાવચેતી રાખી હતી. તેણે પુણેથી લોહાગઢ સુધીનું લગભગ ૯૦ કિલોમીટરનું અંતર ટુ-વ્હીલર પર કાપ્યું હતું. તેણે ફોર-વ્હીલરનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું .જેથી તેની કાર ટોલ બૂથ પરના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ ન થાય. પોલીસે ગુનામાં વપરાયેલ ટુ-વ્હીલર જપ્ત કર્યું છે.

   આ  ઉપરાંત કિલ્લા પર ચઢતી વખતે  ચેતને પોતાની ઓળખ છુપાવવા માટે હૂડી પહેરી હતી. પરંતુ બાદમાં તેણે હૂડી કાઢી નાખી હતી. તે ટોચ પર પહોંચ્યો ત્યારે તે ફક્ત કાળા ટી-શર્ટમાં જ રહ્યો હતો. હત્યા પછી ભાગતી વખતે તેણે ફરીથી હૂડી પહેરી અને તે જ સ્કૂટર પર પુણે પાછો ફર્યો હતો, એમ  તપાસનો ભાગ રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

     અધિકારીએ કહ્યું કે તેમણે  ખૂબ જ કાળજીપૂર્વક કાવતરું ઘડયું  હતું. બંનેએ સ્વીકાર્યું છે કે તેમણે  પ્લાનને અમલમાં મૂકવા અને થોડી પ્રેક્ટિસ  કરવા યોગ્ય સ્થળ શોધવા માટે કિલ્લાની મુલાકાત લીધી હતી.

   અગાઉ બંને લોહગઢ કિલ્લા પર આવ્યા હતા અને હત્યા માટે યોગ્ય સ્થળ પસંદ કર્યું હતું. ત્યાં ગુનાનું રિહર્સલ પણ કર્યું હતું. પોલીસ હવે તે સ્થળ શોધી રહી છે. અમે હજુ સુધી ખાતરી કરી નથી કે તેમણે  બીજી કઈ જગ્યાએ પ્રેક્ટિસ કરી હતી, એમ  અધિકારીએ કહ્યું હતું.

બહેનપણી અને મિત્તલ પરિવાર એસઆઈટીના રડાર પર

(પ્રતિનિધિ દ્વારા)                              મુંબઈ, તા.૨૯ 

પુણે ગ્રામીણ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ હવે કેસની વધુ વિગતો શોધવાનું શરૃ કરી દીધું છે. સિયા ગોયલની  નજીકની બે બહેનપણી સહિત   રેણુ મિત્તલ, નરેન્દ્ર મિત્તલ અને તેનો  પુત્ર યશ મિત્તલને પૂછપરછ માટે લોનાવાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સિયા તેના અંગત જીવન અને રહસ્યો તેની બહેનપણી સાથે શેર કરતી હતી. આથી આ ફ્રેન્ડ્સની  પૂછપરછ દ્વારા પોલીસને હત્યાના કાવતરા વિશે વધુ માહિતી મળવાની શક્યતા છે.