જાણીતા મૃદંગ વાદક શ્રીધર પાર્થસારથીનું ઓચિંતુ અવસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પુણેમાં 'દિવાળી પહાટ'ના કાર્યક્રમમાં મંચ પર જ ઢળી પડયા
મૃત્યુ પૂર્વે એક કલાક મૃદંગવાદન કર્યું, મિત્ર શંકર મહાદેવને જૂની યાદો તાજી કરી શ્રદ્ધાંજલિ આપી
મુંબઈ - પુણેમાં દિવાળી નિમિત્તે યોજાયેલ સંગીત કાર્યક્રમમાં જ જાણીતા મૃદંગ વાદક શ્રીધર પાર્થસારથીનું હૃદયરોગના હુમલાથી શુક્રવારે છઠ્ઠી નવેમ્બરની સવારે સાત વાગ્યે ૫૪ વર્ષની વયે અવસાન થયું હતું. શુક્રવારે યોજાયેલ 'દિવાળી પહાટ' કાર્યક્રમમાં તેમણે લગભગ એક કલાક મૃદંગવાદન કર્યું હતું. ત્યારબાદ અચાનક મંચ પર જ ઢળી પડયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાંક તબીબોએ તેમને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને કાર્ડિયાક એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. હૉસ્પિટલમાં તબીબોએ સીપીઆર સહિતની સારવાર આપી હતી. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા અને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાણેર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે આ અંગે માહિતી આપી હતી.
શ્રીધર પાર્થસારથીના નિધનથી સંગીતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. સંગીતકાર તથા ગાયક શંકર મહાદેવને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં તેમને શ્રેષ્ઠ પર્કશનવાદકોમાંના એક અને અસાધારણ સંગીતકાર ગણાવ્યા હતા. તેમણે એ પણ યાદ કર્યું હતું કે, લગભગ ૪૦ વર્ષ પહેલાં યોજાયેલા તેમના પ્રથમ કર્ણાટક શાસ્ત્રીય સંગીત કાર્યક્રમમાં પાર્થસારથીએ સંગત કરી હતી. મહાદેવને તેમને પોતાના પ્રિય મિત્ર ગણાવતાં જણાવ્યું કે, તેમની સાથે સંગીત, હાસ્ય અને આનંદની અસંખ્ય યાદો જોડાયેલી છે. મિત્રના આ રીતે અચાનક તેઓ અત્યંત વ્યથિત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.




