Mumbai

આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગુ્રપની તપાસ માટે પાંચ સ્થળોએ દરોડા

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ATSએ હિઝબુલ મુજાહિદ્દીન સાથે શંકાસ્પદ લિંકની તપાસ માટે રાજ્યભરમાં 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. રત્નાગિરીમાં એક અરબી શિક્ષિકા, તેના પતિ અને પુત્રીની પૂછપરછ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન સહિત અન્ય દેશોના સભ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આતંકવાદી જોડાણ હજુ પુરવાર થયું નથી. મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગુ્રપની તપાસ માટે પાંચ સ્થળોએ દરોડા

હિઝબુલ મુજાહિદ્દીન લિંકની શંકા 

 રત્નાગિરીમાં એક અરબી શિક્ષિકા, તેના પતિ અને પુત્રીની પૂછપરછ

મુંબઈ -       મહારાષ્ટ્ર  એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ  એક આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગૂ્રપ  સાથે જોડાયેલી પ્રવૃત્તિઓની તપાસના ભાગ રૃપે રાજ્યભરમાં પાંચ સ્થળોએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું.  રત્નાગિરીમાં એક અરબી શિક્ષિકા, તેના પતિ અને પુત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. હિઝબુલ મુજાહિદ્દીન સાથે શંકાસ્પદ લિંકની તપાસ થઈ રહી છે, જો કે આ સંડોવણી હજીસુધી પુરવાર થઈ નથી.

    સૂત્રોના જણાવ્યા અનુસાર આ વોટ્સએપ  ગૂ્રપમાં પાકિસ્તાન અને ગલ્ફ દેશો સહિત અન્ય અનેક દેશોના સભ્યો છે. તપાસકર્તાઓને આ ગૂ્રપમાં ધામક સંગઠનો સાથે સંકળાયેલા લોકોની હાજરી વિશે પણ માહિતી મળી છે. એમાં ધામક વિષયો પર ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે.

સોમવારે વહેલી સવારે સ્થાનિક પોલીસ ટીમોની મદદથી એટીએસ  અને  આઈબીના અધિકારીઓએ રત્નાગિરીના રાજાપુર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન  પર દરોડો પાડયો હતો. ઓથોરિટીએ વ્યાપક ફોરેન્સિક વિશ્લેષણ માટે ઘટના સ્થળ પરથી મોબાઈલ ફોન, ડિજિટલ સ્ટોરેજ મીડિયા અને ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા હતા.

   રત્નાગિરીના રાજાપુરના અરબી શિક્ષિકા, તેના પતિ અને પુત્રીની અટકાયત કરી ઓનલાઈન પ્રવૃત્તિઓ,   ગૂ્રપ  એડમિન્સ અને વિદેશી સંપર્કો અંગે આખો દિવસ સઘન પૂછપરછ કરવામાં આવી હતી.  બાદમાં તેમને જવા દેવાયાં હતાં.  

    વરિ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે એજન્સી હિઝબુલ મુજાહિદ્દીનના ઓપરેટિવ્સ સાથેના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે. પરંતુ તપાસના આ તબક્કે કોઈ સીધું ઓપરેશનલ કનેક્શન કે આતંકવાદી જોડાણ સાબિત થયું નથી.