રાજ કુંદ્રાને અશ્લીલ વિડિયોના 2020ના કેસમાં 1 સપ્તાહ માટે ધરપકડ સામે રક્ષણ
સરકારી વિકલે દલીલ કરવા સમય માગ્યો
મુંબઈ : મુંબઈ સાઈબર પોલીસે ૨૦૨૦માં નોંધેલા કેસમાં રાજ કંુદ્રાને ધરપકડ સામે એક સપ્તાહનું વચગાળાનું રક્ષણ બોમ્બે હાઈકોર્ટે આપ્યું છે.અમુક ઓનલાઈન પ્લેટફોર્મ્સ તેમની વેબ સિરીઝના ભાગરૃપે અશ્લીલ વિડિયો પ્રકાશિત કરીરહીહોવાની ફરિયાદને આધારે આ કેસ નોંધાયો હતો.
ન્યા. સંદીપ શિંદેની સિંગલ બેન્ચ સમક્ષ કંદ્રાની આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે દાખલકરેલા અશ્લીલ ફઇલ્મ સંબંધી આવા જ અન્ય કેસમાં હાલજેલમાં રહેલા કુંદ્રાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઈ સેશન્સ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
કુંદ્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેનું નામ એફઆઈઆરમાં નથી અને તેણે વિસ્તૃત નિવેદન પોલીસને આપ્યું છેે અને તપાસમાં સહકાર પણ આપ્યો છે.સંબંધીત અધિકારીને જરૃરી તમામ દસ્તાવેજો આપ્યા છે અને સાક્ષીદારોના નિવેદન પણ રેકોર્ડ થયા છે.
કુંદ્રાએ દાવો કર્યો હતો કે તેણે ફેબુ્રઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન કંપની સાથે કામ કર્યું છે અને ક્યારેય તેના કોન્ટ્રેક્ટ બિલ્ડિંગ અથવા સાહિત્ય નિર્માણમાં કોઈ સક્રિય ભાગ લીધો નથી.
આવી જ કલમ હેઠળના અન્ય કેસમાં કુંદ્રાની ધરપકડ થઈ છે અને તપાસ અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને અન્ય દસ્તાવજો પહેલેથી જપ્ત કરી લીધેલા છે.
અ ાકેસમાં સહ આરોપી શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને જામીન અપાયા છે, એમ કુંદ્રાના વકિલે કોર્ટને જણાવ્યું હતું.
સરકારી વકિલે દલીલ કરી હતી કે કુંદ્રાની ભૂમિકા અન્ય આરોપીઓ કરતાં અલગ છે અને આથી સમાનતાના ધોરણે રક્ષણ મેળવી શકે નહીં. અરજી પર દલીલ કરવા માટે વકિલે સમય માગતાં કોર્ટે ૨૫ ઓગસ્ટ સુધી કુંદ્રાને રક્ષણ આપીને સુનાવણી મોકૂફ રાખી હતી.