Mumbai

ગનમાસ્ટર જી૯ના સેટ પર અકસ્માત, ઇમરાન હાશ્મી નજીક કાર પછડાઇ

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
બેંગલુરુમાં 'ગનમાસ્ટર જી9' ફિલ્મના સેટ પર ઇમરાન હાશ્મીનો ચમત્કારિક બચાવ થયો છે. ક્લાઇમેક્સના દ્રશ્યમાં કારને હવામાં લટકાવવાની હતી, પરંતુ 13 ઓક્ટોબરે તે અચાનક ઇમરાન હાશ્મીથી માત્ર એકાદ ફૂટ દૂર જમીન પર પછડાઈ હતી. સદનસીબે, ઇમરાનને કોઈ ઇજા થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ક્રૂ મેમ્બર્સ પણ દોડતા જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગનમાસ્ટર જી૯ના સેટ પર અકસ્માત, ઇમરાન હાશ્મી નજીક કાર પછડાઇ

અકસ્માતમાંથી ઇમરાન હાશ્મી જરાકમાં બચી ગયો

બેન્ગાલુરૃમાં સેટ પર કાર અધવચ્ચે લટકાવવાની હતી તે અચાનક જમીન પર ઇમરાન હાશ્મીની નજીક  પડી                                                                                                                                        

મુંબઇ -  બેન્ગાલુરૃમાં  સ્પાય થ્રીલર 'ગનમાસ્ટર જી૯'ના ક્લાઇમેક્સના સીનમાં અકસ્માત થતાં હીરો ઇમરાન હાશ્મીથી એકાદ ફૂટના અંતરે કાર જમીન પર પછડાઇ હતી. જો કે, ઇમરાન હાશ્મીને આ અક્સ્માતમાં કોઇ ઇજા થઇ નહોતી.

તેરમી ઓક્ટોબરે ફિલ્મના સેટ પર ક્લાઇમેક્સના સીનમાં કારને અધવચ્ચે હવામાં લટકાવી રાખવાની હતી પણ કોઇ ગફલતને કારણે કાર લટકી રહેવાને બદલે અચાનક ઇમરાન હાશ્મી જ્યાં ઉભો હતો ત્યાં જમીન પર પછડાઇ હતી. આ પ્રકારની ઘટનામાં ભારે ઇજા થઇ શકે  તેમ હતી પણ ઇમરાન હાશ્મી બાલ બાલ બચી ગયો હતો. વાઇરલ વિડિયોમાં ક્રૂ પણ દોડી જતાં જોવા મળે છે.

આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઇશ્વરનું પાત્ર ભજવે છે જ્યારે જેનેલિયા ડિસોઝા આરતીનું પાત્ર ભજવે છે. જ્યારે અપારશક્તિ ખુરાના દેસુનું પાત્ર ભજવે છે. આ ફિલ્મના નિર્દેશક આદિત્ય દત્ત છે.