Mumbai

નાના પાટેકરના મૃત્યુ બાદ તનુશ્રીએ ઈવિલ ડેડની ટિપ્પણી કરતાં નેટયૂઝર્સએ ઝાટકી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં 'મી ટુ' ચળવળમાં નાના પાટેકર પર આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ તેમના નિધન બાદ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. લખનઉમાં પોતાની મોટી ઈવેન્ટ હોવા છતાં, તનુશ્રીએ કહ્યું કે હવે બધા "આ ઇવિલ ડેડ"ની ચર્ચા કરશે. આ ટિપ્પણીથી નેટ યુઝર્સ ભડક્યા હતા અને તેમણે તનુશ્રીની માનવતા પર સવાલ ઉઠાવી આકરી ઝાટકણી કાઢી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકરના મૃત્યુ  બાદ તનુશ્રીએ ઈવિલ ડેડની ટિપ્પણી કરતાં નેટયૂઝર્સએ ઝાટકી

તનુશ્રીએ 'મી ટુ' ચળવળમાં અભિનેતા સામે આરોપ  કર્યા હતા

આજે મારી મોટી ઈવેન્ટ હતી પણ બધા આ ઇવિલ ડેડની ચર્ચા કરશે તેવી ટિપ્પણી કરી તનુશ્રી મોતનો મલાજો ભૂલી

 મુંબઈ -  ભૂતકાળમાં 'મી ટુ ચળવળ' વખતે નાના પાટેકર પર આક્ષેપો કરી ચૂકેલી તનુશ્રી  દત્તાએ આજે નાના પાટેકરના નિધન બાદ 'આજે મારે લખનઉમાં મોટી ઈવેન્ટ હતી પણ હવે બધા આખો દિવસ આ 'ઇવિલ ડેડ'ની ચર્ચા કરશે તેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં નેટ યૂઝર્સ ભડક્યા હતા. તેમણે તનુશ્રીએ મોતનો મલાજો પણ નથી જાળવ્યો અને માનવતા ચૂૂકી ગઈ છે તેમ કહી તેની આકરી ઝાટકણી કાઢી હતી.

 એક યુઝરે લખ્યું,  આ દયનીય છે ? તનુશ્રીદત્તા કહે છે કે તેણીએ  નાનાપાટેકરના અવસાન વિશે સાંભળ્યું છે અને ચિંતિત છે કે તેના કાર્યક્રમ પર આનો પ્રભાવ પડી શકે છે. બીજાએ ટિપ્પણી કરી,  તનુશ્રી દત્તા આજે પણ નાના સર પર ઝેર ઓકતી રહે છે, તે કેવા પ્રકારની માનવી છે. ત્રીજા સોશિયલ મીડિયા યુઝરે  કહ્યું હતું કે કોઈના મોતની ક્ષણે  આ નિવેદન ટાળી શકાય તેમ હતું. આ સમયે  કરુણા દાખવવી જોઈએબીજા એક યુઝરે આ ટિપ્પણીની ટીકા કરતા કહ્યું, કોઈને 'ઈવિલ ડેડ'કહેવું એ નકારાત્મક નિવેદન છે, ખાસ કરીને જે દિવસે તે મૃત્યુ પામ્યા તે દિવસે. આટલું અમાનવીય વર્તન. બીજા એક યુઝરે તેના પ્રતિભાવ પર સવાલ ઉઠાવતા પૂછયું,  'શું તમે માનવતા શબ્દ સાંભળ્યો છે?'

તનુશ્રી દત્તાએ શું કહ્યું?

ં તનુશ્રીએ ે શેર કર્યું કે તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે લખનઉ જઈ રહી છે. તેણે કહ્યું કે તે તેના વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી પરંતુ  હવે તેને ચિંતા છે કે આજે આખો દિવસ આ સમાચાર મીડિયામાં છવાયેલા રહેશે. આજે મારી મોટી ઈવેન્ટ છે અને હું તો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવા  તથા મારી રીતે આ દિવસ જીવવા માગતી હતી. હું કેટલું બધું પોસ્ટ કરવા  માગતી હતી. હું મારી સવિસ્તર પ્રતિક્રિયા બાદમાં આપીશ.  પરિવાર પ્રત્યે ચોક્કસ સંવેદના.