Get The App

મુંબઇ પોલીસે રૃા.25 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું - 6ની ધરપકડ

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇ પોલીસે રૃા.25 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું - 6ની ધરપકડ 1 - image


કર્જતના ફાર્મહાઉસમાં મેફેડ્રોન બનાવવાનું રેકેટ

ચેમ્બુરમાં પકડાયેલા ડ્રગ પેડલરથી લિંક મળી

મુંબઈ -  મુંબઇ પોલીસે કર્જતના ફાર્મહાઉસમાં મેફેડ્રોન બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મુંબઇ, નવી મુંબઇ, કર્જતમાં કાર્યવાહી કરી રૃા.૨૪.૪૭ કરોડનો ૧૨.૬ કિલો મેફેડ્રોન (એમડી)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ રેકેટમાં છ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

ચેમ્બુરમાં પોલીસે ૧૯ માર્ચના નશીલો પદાર્થ વેચનારા એક ડ્રગ પેડલરને પકડયો  હતો. તેની પાસે ૪૫ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ  શખસ સામે આરસીએફ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ આરોપીએ આપેલી માહિતીના આધારે ૧૫ મેના રોજ પોલીસે નવી મુંબઇમાં દરોડો પાડયો હતો અને રૃા.૧૩.૩૭ કરોડની કિંમતનો  છ કિલોથી વધુ મેફેડ્રોન કબજે કર્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન પોલીસે ડ્રગ પેડલર સોનું પઠાણની સંડોવણીની જાણ થઇ હતી.

ત્યાર બાદ કર્જતના કિકવી ખાતે એક ફાર્મહાઉસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પોલીસને  ફાર્મહાઉસમાં રૃા.૧૧ કરોડથી વધુ કિંમતનું ૫.૫ કિલો મેફેડ્રોન ડ્રગ બનાવવા માટે વપરાતો કાચો માલ અન્ય સામગ્રી મળી હતી.

આ રેકેટમાં અત્યાર સુધીમાં રૃા.૨૪.૪૭ કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે છ આરોપીને પકડીને તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ  કર્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) ઝોન-૬ નવનાથ ઢવળેના નૈતૃત્વ હેઠળની સ્પેશિયલ સ્કવૉડે (એન્ટી નાર્કોટિક્સ) છેલ્લા પાંચ મહિનામાં ૭૫ કેસ નોંધ્યા છે. અને રૃા.૪૨.૭૪ કરોડના નશીલો પદાર્શ કબહજે કર્યો છે.


Tags :