Mumbai

મરાઠા આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું! અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ

By GS TEAM
30 Aug 20253 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના મુંબઈમાં મરાઠા અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે. મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. જરાંગે ઓબીસી ક્વોટામાં મરાઠાઓને અનામત આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. મુંબઈમાં હજારો વિરોધીઓ એકઠા થયા છે અને તેમણે મુંબઈને બાનમાં લઈ લીધું છે, અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તેમને હટાવવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મરાઠા આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું! અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ

Maratha Reservation: મહારાષ્ટ્રના મુંબઈમાં મરાઠા અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે. મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. જરાંગે ઓબીસી ક્વોટામાં મરાઠાઓને અનામત આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. મુંબઈમાં હજારો વિરોધીઓ એકઠા થયા છે અને તેમણે મુંબઈને બાનમાં લઈ લીધું છે, અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તેમને હટાવવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી છે.

ઠેર-ઠેર રસ્તા બ્લોક

મરાઠા આંદોલનકારીઓએ સાઉથ મુંબઈમાં ઠેર-ઠેર રસ્તાઓ પર બેસીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે, જેને હટાવવા માટે પોલીસ પ્રશાસનને મુશ્કેલી પડી રહી છે. આ લોકોની માગ છે કે તેમને પાણી આપવામાં આવે અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે. 



સરકાર મરાઠાઓ સાથે જાણી જોઈને અન્યાય કરી રહી

આંદોલનકારીઓનો આરોપ છે કે, સરકાર મરાઠાઓ સાથે જાણી જોઈને અન્યાય કરી રહી છે. ન તો આઝાદ મેદાનમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો સાઉથ મુંબઈમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. મરાઠા આંદોલનકારીઓએ રસ્તા પર બેસીને હંગામો શરુ કરી દીધો છે, ત્યારબાદ પોલીસે બીએમસીનું એક ટેન્કર મંગાવીને તેમને પાણી પૂરું પાડ્યું અને તેમનો ઉપવાસ તોડાવ્યો અને પી ડીમેલો રોડ પર ટ્રાફિક શરુ કરાવ્યો. 

રસ્તા પર જ નહાવા લાગ્યા આંદોલનકારીઓ

આંદોલનકારીઓનો આરોપ છે કે, પોલીસ અને સરકારે મળીને હોટલ ફૂડ જોઇન્ટ્સ બંધ કરાવી દીધા છે. તેઓ અમને ટેમ્પોમાં ગેસ સળગાવવાની મંજૂરી નથી આપી રહ્યા. આ સાથે રસ્તા પર અમને ભોજન બનાવવાની મંજૂરી નથી આપી રહ્યા, જેથી અમે ભૂખે મરી જઈએ. મરાઠા પ્રદર્શનકારીઓએ BMC દ્વારા પૂરા પાડવામાં આવેલા પાણીથી સાબુ લગાવીને રસ્તા પર જ નહાવાનું શરુ કરી દીધું. BMC દ્વારા આંદોલનકારીઓને કુલ 10 ટેન્કર પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જેનો ઉપયોગ આંદોલનકારીઓ ખાવા, નહાવા અને કપડાં ધોવા માટે કરી રહ્યા છે.

જરાંગેની 7મી વખત ભૂખ હડતાળ

મનોજ જરાંગે પાટિલ લાંબા સમયથી મરાઠા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જરાંગે એ વિધાનસભા ચૂંટણી પહેલા પણ ભૂખ હડતાળ કરી હતી. 

મનોજ જરાંગે સાથે મુલાકાત કરશે સમિતિ

મરાઠા અનામત માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી જસ્ટિસ શિંદેની સમિતિ ટૂંક સમયમાં આઝાદ મેદાન ખાતે મનોજ જરાંગે પાટીલ સાથે મુલાકાત કરશે. શિંદે સમિતિ હેઠળની પેટા સમિતિએ આજે ​​મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના સત્તાવાર નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં દાદા ભૂસે સહિત અનેક મંત્રી અને પેટા સમિતિના સભ્યો સામેલ થયા હતા. આ બેઠક 2 કલાક ચાલી હતી. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં મરાઠા અનામત કેવી રીતે લાગુ કરવું તે મુખ્ય મુદ્દો હતો. 

આ પણ વાંચો: મરાઠા આંદોલનને કારણે મુંબઈ થંભી ગયું, હજારોની ભીડ રસ્તે ઉતરી, મનોજ જરાંગે ફરી ભૂખ હડતાળ પર

આ સમિતિની રચના મહારાષ્ટ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મરાઠા સમુદાયને કુણબી (OBC) હેઠળ લાવવા સંબંધિત પ્રક્રિયાઓ તૈયાર કરવાનો અને સંબંધિત પ્રમાણપત્રો જારી કરવા માટે કાનૂની માળખું તૈયાર કરવાનો છે.