For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્ર બોર્ડની ધો. 10ની પ્રેક્ટિકલ્સ દસમી ફેબુ્રઆરીથી શરૃ થશે

Updated: Jan 24th, 2023

Article Content Image

પહેલી માર્ચ પૂર્વે રેગ્યુલર સ્ટડેન્ટ્સની પરીક્ષા પૂર્ણ કરવા બોર્ડનું સ્કૂલોને સુચન

મુંબઈ :  મહારાષ્ટ્ર બોર્ડના ધો. ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ્સ અને મૌખિક પરીક્ષા ૧૦મી ફેબુ્રઆરીથી શરૃ થશે. સ્ટેટ બોર્ડે સ્કૂલોને પ્રેક્ટિકલ્સ, મૌખિક પરીક્ષા માટે પૂરતી તૈયારી કરવા અને પહેલી માર્ચ પહેલાં આ પરીક્ષા પૂર્ણ કરવા જણાવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી તેને અપાયેલ પરીક્ષાના સ્લોટમાં આવી ન શકે તો તેને પહેલી માર્ચ સુધીમાં અન્ય કોી સ્લોટમાં બોલાવી તે પરીક્ષા લઈ લેવા પાર જણાવ્યું છે.

છતાંય જો કોઈ રેગ્યુલર સ્ટુડેન્ટ અપાયેલ સમયમાં પરીક્ષા માટે હાજર ન રહી શકે તો આ વિદ્યાર્થીઓની પરીક્ષા બાદમાં ૨૭થી ૨૯ માર્ચ દરમિયાન લેવાશે. એસએસસીની લેખિત પરીક્ષા બીજી માર્ચથી ૨૫ માર્ચ દરમિયાન ચાલશે.


Gujarat