આઈટીઆઈની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
આઈટીઆઈની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે 1 - image


‘હર ઘર દુર્ગા' અભિયાન

શારીરિક-માનસિક ક્ષમતા માટે વિદ્યાર્થિનીઓને અઠવાડિયે 2 કલાક કરાટે-ઝૂડો વગેરે શીખવાશે

મુંબઇ :  રાજ્યભરની સરકારી ઔદ્યોગિક સંસ્થા (આઈટીઆઈ)માં વિદ્યાર્થિનીઓને સ્વસંરક્ષણના પાઠ ભણાવાશે. તે માટે 'હર ઘર દુર્ગા' અભિયાન ચલાવાશે. જેમાં અઠવાડિયામાં બે કલાક વિદ્યાર્થિનીઓ માટે રિઝર્વ રખાશે. તેમાં વિદ્યાર્થિનીઓને કરાટે-જુૂડો વગેરેની તાલીમ અપાશે.

હર ઘર દુર્ગા અભિયાન હેઠળ રાજ્યની પ્રત્યેક આઈટીઆઈમાં વિદ્યાર્થિનીઓને આખું વર્ષ આત્મસંરક્ષણની તાલીમ અપાશે. સ્કૂલ-કૉલેજના શારીરિક શિક્ષણના લેક્ચર્સ પ્રમાણે જ આઈટીઆઈમાં વિદ્યાર્થિનીઓને આત્મસંરક્ષણ માટે અમુક પિરીયડ નિશ્ચિત કરાશે. આપાત્કાલીન તેમજ પડકારરુપ પરિસ્થિતીનો સક્ષમપણે વિદ્યાર્થિનીઓ સામનો કરી શકે તે હેતુસર આ અભિયાન ચલાવાશે. આ તાલીમ માટે સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓની મદદ લેવાશે.

ઉક્ત અભિયાનને કારણે વિદ્યાર્થિનીઓની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે. રાજમાતા જીજાબાઈ, પૂણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર સમાન અસંખ્ય મહિલાઓએ આ ભૂમિના સંરક્ષણ માટે, પ્રગતિ માટે યોગદાન આપ્યું છે. તે મહિલાઓનો આદર્શ નજર સમક્ષ રાખી મહારાષ્ટ્રમાં વિદ્યાર્થિનીઓને તમામ પરિસ્થિતીમાં લડવા માટે સક્ષમ બનાવવા 'હર ઘર દુર્ગા' અભિયાન ચલાવાશે.



Google NewsGoogle News