પત્ની એચઆઈવી પોઝિટિવ હોવાનો ખોટો દાવો કરનારા પતિને છૂટાછેડા નકારાયા
- દાવો પુરવાર કરી શક્યો નહોવાથી હાઈ કોર્ટે અપીલ ફગાવી
મુંબઈ: પત્ની એચઆઈવી
પીડિત હોવાથી પોતાને માનસિક પરિતાપ સહન કરવો પડયો હોવાનો ખોટો દાવો કરમનારા પુણેના
44 વર્ષિય પતિને છૂટાછેડા આપવાનો હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે.
છૂટાછેડાનો ઈનકાર કરતા પુણે ફેમિલી કોર્ટના આદેશવને
પડકારીને પતિએ 2011 માં હાઈ કોર્ટમાં
અપીલ કરી હતી. અપીલ પર ન્યા. જામદાર અને ન્યા. દેશમુખની બેન્ચે 16 નેવમ્બરે અપીલ ફગાવી હતી.પત્ની એચઆઈવી પોઝિટિવ હોવાનું દર્શાવતો કોઈ
પુરાવો પતિએ રજૂ કર્યો નહોતો.
દંપતીના લગ્ન માર્ચ 2002માં થયા હતા અને પત્ની સ્વભાવે જીદ્દી
અને તરંગી તથા ક્રોધી હોવાનો પતિએ દાવો કર્યો હતો. તેને ટીબી હતો અને પછી હર્પિસ
થયા હોવાનો પણ પતિએ દાવો કર્યો હતો.
2005માં પત્નીનો ટેસ્ટ કરાવાતાં તે એચઆઈવી પોઝિટિવ હોવાનો પણ
અરજીમાં દાવો કરાયો હતો. આથી પતિએ છૂટાછેડા માગ્યા હતા. પત્નીએ દાવો નકારીને
જણાવ્યું હતું કે એચઆઈવીનો ટેસ્ટ નેગેટિવ છે, પણ પતિ પરિવારમાં ખોટી અફવા ફેલાવે છે અને તેને લીધે પોતાને
માનસિક પરિતાપ રહે છે.
કોર્ટે નોંધ્યું
હતું કે પતિએ પત્ની એચઆઈવી પોઝિટિવ હોવાનો દાવો પુરવાર કરી શક્યો નથી અને મિત્રો
અને પરિવારંમાં તેની બદનામી કરીને સાથે રહેવાનો ઈનકાર કરે છે. આથી પતિની અરજી
ફગાવી દેવામાં આવે છે, એમ
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.