ઇમરાનને ભારત છોડો નોટિસ પર બીજી નવે. સુુધી હાઈકોર્ટનો મનાઈહુકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન નાગરિક છતાં એસઆઈઆર વિરુદ્ધ આંદોલનમાં સામેલ થવાનો મામલા
સોલિસિટર જનરલે સમય માગતાં સુનાવણી મોકૂફ, કોઈ આકરાં પગલાં નહીં લેવાની ખાતરી
મુંબઈ - બોમ્બ ે હાઈકોર્ટે મંગળવારે અમેરિકન નાગરિક અભિનેતા ઈમરાન ખાનને મોટી રાહત આપીને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા માટેની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા જારી કરાયેલી નોટિસને બીજી નવેમ્બર સુધી સ્થગિત રાખી છે.
હાઈકોર્ટ આજે અરજી પર સુનાવણી કરવાની હતી. જોકે, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમય માંગ્યો હતો.
ખાનના વકીલે જણાવ્યું હતું કે ત્યાં સુધી કોઈ આત્યંતિક પગલું લેવામાં આવેે નહીં, કારણ કે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવો પડશે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે મૌખિક ખાતરી આપી હતી કે કંઈ થશે નહીં.
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે જણાવ્યું હતું કે તે બીજીનવેમ્બરના રોજ નોટિસને પડકારતી ખાનની અરજી પર સુનાવણી કરશે ત્યાં સુધી નોટિસ સ્થગિત રહેશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધના આંદોલનમાં એકતા દર્શાવતા વિરોધ પ્રદર્શનમાં હાજરી આપ્યા બાદ ફેરોએ અભિનેતાને નોટિસ જારી કરી હતી. નોટિસ મુજબ, ખાનને ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
૪૩ વર્ષીય અભિનેતાએ અરજીમાં દાવો કર્યો હતો કે તેમણે કોઈપણ મેળાવડામાં ભાગ લીધો નથી અને વિરોધ પ્રદર્શનના આયોજકો સાથે તેમનો કોઈ સંબંધ નથી. પોતાની અરજીમાં, અભિનેતાએ કહ્યું કે મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલી નોટિસ ગેરકાયદ, મનસ્વી, વિકૃત અને કઠોર હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ નોટિસ ખાનને જાહેર વ્યક્તિ તરીકે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના અને મનસ્વી રીતે નિશાન બનાવવાનું પ્રતિબિંબ પાડે છે.




