મુંબઈના અડધોઅડધ વિસ્તારોને તા. 30મી જાન્યુ.એ પાણી નહીં મળે

Updated: Jan 25th, 2023


ભાંડુપ ખાતે પાણીની પાઈપલાઈનનાં ક્રોસ જોડાણની કામગીરીથી અસર

તા. 30મીએ સવારના 10થી તા. 31મી સુધી પાણી સંપૂર્ણ બંધઃ કેટલાક વિસ્તારોમાં પચ્ચીસ ટકાનો કાપઃ કાળજીથી પાણી વાપરવા સલાહ

મુંબઈ :  ભાંડુપ ખાતે પાણીની પાઇપલાઇનનું ક્રોસ જોડાણને કારણ હાથ ધરેલો કામને પગલે સોમવારે તા ૩૧જાન્યુઆરીના રોજ મુંબઈનો અડધો અડધો વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ નહીં થાય એમ મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે. આ સંદર્ભમાં શહેરીજનોને પાણીનો સાવચેતીથી ઉપયોગ કરવા તથા જરુર પ્રમાણે પાણી સ્ટોર કરી લેવા જણાવાયું છે. 

                  ભાંડુપ સંકુલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે વધારાની ૪,૦૦૦ મીમી વ્યાસની વોટર ચેનલને જોડવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.  તેમજ ભાંડુપ સંકુલને લગતી પાણીની ચેનલો પર બે જગ્યાએ વાલ્વ લગાવવા, નવી પાણીની ચેનલોના જોડાણ અને બે જગ્યાએ લીક રિપેરિંગના કામો કરવામાં આવનાર છે.  આ માટે બાંદ્રાથી દહિસર પટ્ટા સુધીના ૧૨ વોર્ડ માં ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૦ થી ૩૧મી જાન્યુઆરીની સવારના દસ  સુધી પાણી પુરવઠો બંધ રહેશેત  આ દરમિયાન દાદર અને વરલીના બે વિભાગોમાં પચ્ચીસ ટકા  ટકા પાણીનો ઘટાડો કરવામાં આવશે.

  બાંદ્રા(પૂર્વ) એચ /પૂર્વ અને બાંદ્રા(પશ્ચિમ) ના  એચ/ પશ્ચિમ થી સંતાક્ઝ પશ્ચિમી ઉપનગરોમાં, અંધેરી કે/ પૂર્વ, અંધેરી કે/ પશ્ચિમ, ગોરેગાંવ પી/ દક્ષિણ, મલાડ પી/ ઉત્તર, કાંદિવલી આર/ દક્ષિણ, બોરીવલી આર /મધ્ય, દહિસર આર/ ઉત્તર, તેમજ પૂર્વ ઉપનગરોમાં ભાંડુપ એસ વોર્ડ , ત એન વોર્ડઅને કુર્લા એલ વોર્ડ ના ઘણા ભાગોમાં પાણી પુરવઠો પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે .  

આ સિવાય દાદર 'જી /નોર્થ' અને વરલી 'જી/ સાઉથ'ના બે વિભાગોમાં માહિમ પશ્ચિમ, દાદર પશ્ચિમ, પ્રભાદેવી અને માટુંગા પશ્ચિમના વિસ્તારોમાં પાણી પુરવઠામાં પચ્ચીસ  ટકાનો ઘટાડો થશે.  તેથી, ધારાવીના વિસ્તારમાં જ્યાં સાંજે ૪ થી ૯ વાગ્યાની વચ્ચે પાણી પુરવઠો આપવામાં આવે છે, ત્યાં ૩૦ જાન્યુઆરીએ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે

 ૪ફેબુ્રઆરી  સુધી  પૂરતું પાણી નહીં મળે

 નાગરિકોને પાણી પુરવઠો વધુ તસારી રીતે મળી રહે તે માટે આ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.  આ કામોને કારણે ૨૯મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરીથી ૪ ફેબ્આરી દરમિયાન નગરપાલિકાના ઉપરોક્ત વિભાગોમાં ઓછા દબાણનો પાણી પુરવઠો રહેશે.  પાણી પુરવઠામાં વિક્ષેપ અને ઓછા દબાણના સમયગાળા દરમિયાન નગરપાલિકાએ નાગરિકોને પાણીનો સંયમપૂર્વક અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.


    Sports

    RECENT NEWS