શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન
દર વર્ષની જેમ ઘરે સ્થાપન માટે લઈ આવી
ગણપતિ સવારીમાં પણ રાજ કુન્દ્રાએ તેનો ચહેરો છૂપાવતાં ઈન્ટરનેટ પર ભારે ટીકા
મુંબઇ : ગણેશોત્સવની ધામધૂમ બોલીવૂડમાં પણ શરુ થઈ ગઈ છે. દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી પણ પોતાના ઘરે ગણેશજી લઈ આવી છે.
વર્ષોથી શિલ્પા પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરે છે. તેના દર્શન માટે બોલીવૂડની અનેક સેલિબ્રિટીઓ તેના ઘરે ઉમટે છે.
થોડા સમય પહેલાં જ શિલ્પા એક વર્કશોપમાં ગણેશ પ્રતિમાની પસંદગી માટે ગઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે તે ધામધૂમથી ગણેશ પ્રતિમા ઘરે લાવી રહી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. શિલ્પાએ આ સમયે બોટલ ગ્રીન અનારકલી સૂટ તથા તેની સાથે મલ્ટી કલર્ડ સ્ટ્રાઆપ ધરાવતા દુપટ્ટાનો ટ્રેડિશનલ ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખવાનુ ંપસંદ કર્યું હતું. રાજ કુન્દ્રા બહુ યુઝવલ ડેનિમ્સ અને હુડીમાં દેખાયો હતો.
જોકે, ઘરે ગણપતિ લાવતી વખતે પણ રાજે માસ્ક ધારણ કરી રાખ્યો હતો. તેના કારણે ઈન્ટરનેટ પર લોકોએ તેની ભારે ઠેકડી ઉડાડી હતી. લોકોએ લખ્યું હતું કે ઈશ્વરને પણ પોતાનો ચહેરો ન બતાવી શકાય તેવુ ંકામ કોઈએ ન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાજ બે વર્ષ પહેલાં પોર્ન વીડિયો કેસમાં ફસાયો હતો. ત્યારથી તે જાહેરમાં મોટાભાગે માસ્ક પહેરીને જ નીકળે છે. તેના ચિત્રવિચિત્ર માસ્ક પણ ભારે ચર્ચાનો વિષય બન્યા છે.