મનસેના નેતા દ્વારા અક્ષયકુમારની બહેનની બનાવટી સહી કરી છેતરપિંડી


વિક્રોલીના ગણેશ ચુક્કલ સામે પવઈ પોલીસે ગુનો દાખલ કર્યો

મૂળ 3 વર્ષના ભાડા કરારમાં અલકા હિરાનંદાનીની બોગસ સહી કરી ૩૦ વર્ષનો બનાવી દીધોઃ  2 કરોડનું ભાડું ચુકવવું બાકી

મુંબઈ :  બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારની બહેન અલકા હિરાનંદાનીએ ત્રણ વર્ષ માટે ભાડે આપેલો ફ્લેટ ૩૦ વર્ષ માટે અપાયો હોવાનું ઉપજાવી કાઢવા ખોટા દસ્તાવેજો બનાવી અલકા હિરાનંદાનીની ખોટી સહી કરી છેંતરપિંડી આચરવાના આરોપસર મનસે વિક્રોલીના વિભાગ પ્રમુખ ગણેશ ચુક્કલ સામે પવઈ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. 

આરોપી ગણેશ ચુક્કલે પવઈના હિરાનંદાદની ગાર્ડન્સમાં ૨૦૧૯માં ત્રણ વર્ષ માટે લીવ એન્ડ લાયસન્સ ધોરણે ફ્લેટ ભાડે લીધો હતો . ચુક્કલને અહીંના હિરાનંદાની ગાર્ડન્સના ઓડોનિયા બિલ્ડિંગમાં જૂન ૨૦૧૮થી જૂન ૨૦૨૧ સુધી ૧૫ લાખ રૃપિયાની ડિપોઝિટ અને માસિક લગભગ અઢી લાખને ભાડે આ ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે ચુક્કલે ઓક્ટોબર, ૨૦૧૯થી જ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૨૦માં ચુક્કલને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. ચુક્કલે વિરોધ કરતા તેની સામે મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ એક્ટની કલમ ૨૪ હેઠળ કેસ દાખલ કરવામા ંઆવ્યો હતો. .

 તાજેતરમાં અલકા હિરાનંદાનીને કોર્ટમાં ચુક્કલે સબમીટ કરેલ એક બનાવટી લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ વિશ ે જાણ થઈ હતી. ચુક્કલે કોર્ટમાં એક અરજી કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનું લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ૩૦ વર્ષ માટેનું હોવા છતા ફ્લેટ ખાલી કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે. 

અલકા હિરાનંદની તરફથી થયેલા આક્ષેપ અનુસાર ગણેશ ચુક્કલે તેની બનાવટી સહી કરી ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ ૩૦ વર્ષનો બનાવી દીધો છે. જોકે, ચુક્કલે આ આક્ષેપો ફગાવતાં કહ્યું હતું કે પોતે કોઈ બનાવટ કરી નથી કે કોઈ ખોટા કાગળિયા આપ્યા નથી. 

પવઈ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


City News

Sports

RECENT NEWS