ફૂડ ડિલિવરી અને કરિયાણાની દુકાનની આડમાં પીએફઆઈ વતી કામગીરી


કેટલાક એજન્ટ તો પીએફઆઈની ઓફિસમાં જ રહેતા હતા 

મુંબઇ, નવી મુંબઇ, પુણે સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રમાં કાર્યવાહી ઃ ગુનાઈત ભૂતકાળ તથા અન્ય દસ્તાવેજોની ચકાસણી

મુંબઇ :  વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ની મુંબઇ, નવી મુંબઇ, ભિવંડી, પુણે, ઔરંગાબાદ, કોલ્હાપુર, બીડ, પરભણી, નાંદેડ, જળગાવ, જાલના,  નાશિકની ઓફિસમાં આજે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમિયાન કરિયાણાની દુકાન ધરાવનારા, ફુડ ડિલિવરી બોય સહિત ૨૦ જણને પકડવામાં આવ્યા હતા. 

મુંબઇના ચિત્તા કેમ્પમાં આજે સવારે એનઆઇએ દ્વારા દરોડા પાડી અહમદ અબિબુલા નામની વ્યક્તિને તાબામાં લીધો હતો. મેગ્લોરથી અહમદ મુંબઇ આવ્યો હતો. તે પીએફઆઇની ઓફિસમાં રહેતો હતો. 

નવી મુંબઇના નેરુળ સેક્ટર નં. ૨૩માં એનઆઇએના અધિકારીએ પીએફઆઇની ઓફિસમાં અંદાજે સાત કલાક સર્ચ ઓપરેશન હાથધરી ચાર જણને તાબામાં લીધા હતા. ઓફિસમાં દસ્તાવેજોની તપાસણી કરવામાં આવી હતી. આ ઓફિસમાં છથી સાત જણ હંમેશા કોમ્પ્યુટર પર કામ કરતા હતા. તેઓ વધારે કોઇ સાથે વાત કરતા નહોતા.

નાંદેડમાં દેગલૂર નાકા પરિસરમાં દરોડો પાડી પીએફઆઇના મેરાજ અંસારી સહિત ચાર જણને પકડવામાં આવ્યા હતા. વિસ્તારમાં અંસારીની કરિયાણીની દુકાનની સાથે જનરલ સ્ટોર પણ છે. તેને તાબામાં લઇ પૂછપરછ ચાલી કરી હતી. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જાલનીમાં રહેમાન ગંજ ખાતેથી અબ્દુલ હાદી અબ્દુલ રૌફ અને ભિવંડીમાં મોઇનુદ્દીન મોમીન બંગાલપુરાને તાબામાં લેવામાં આવ્યા હતા.

પુણેના કોંઢવા સ્થિત કૌસરબાગમાં પીએફઆઇની મહારાષ્ટ્રની હેડ ઓફિસ છે. પુણેમાં પીએફઆઇની ઓફિસ અને સંબંધિત ચાર જગ્યાએ છાપો મારવામાં આવ્યો હતો. આ સંગઠનના નેતા રઝી અહમદ ખાનના કોંઢવાના ઘરે સવારથી કાર્યવાહી કરવામાં આવી હતી. પીએફઆઇની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. કોલ્હાપુરમાં કાર્યવાહીની ગુપ્તતા જાળવવામાં આવી હતી.

એનઆઇએના અધિકારીએ અત્યંત સંવેદનશીલ માલેગાંવના હુડકો પરિસરમાં દરોડા પાડી સૈફુ રહમાનની અટકાયત કરી હતી. તે પીએફઆઇનો જિલ્લાધ્યક્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અગાઉ સૈફુ રહેમાન સામે કોઇ કેસ નોંધાયેલો છે કે નહી એની તપાસ થઇ રહી છે. 

જળગાવમાંથી એક જણને તાબામાં લેવામાં આવ્યો હતો. મૂળ જાલનાનો અબ્દુલ હાદી અબ્દુલ રૌફ અનેક વર્ષથી પીએફઆઇ માટે કામ કરતો હતો. ઔરંગાબાદ આજે વહેલી સવારે ચાર વાગ્યાથી વિવિધ સ્થળે ચાર જણને પકડવામાં આવ્યા હતા. એમાં સૈયદ ફૈઝલ (ઉં.વ.૨૮) અને ઇમરાન મિલ્લીનો સમાવેશ છે. અગાઉ સૈયદ સંગઠનનું કામ કરતો હતો. હાલમાં તે ફૂડ ડિલીવરી બોયની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પરભણીમાં કોર્નર પરિસરમાંથી ત્રણ જણ અને અન્ય સ્થળેથી એક જણની ધરપકડ કરવામાં આવી હતી.


City News

Sports

RECENT NEWS