Mumbai

શાહરુખ અને દીપિકા સામે થયેલી એફઆઈઆર પર સ્ટે

By GS TEAM
11 Sep 20251 min read
શાહરુખ અને દીપિકા સામે થયેલી એફઆઈઆર પર સ્ટે

કાર પ્રમોશન બાબતે એફઆઈઆર થઈ હતી   

એફઆઈઆરમાં તથ્યાત્મક ખામી હોવાનું જણાવી  રાજસ્થાન હાઈકોર્ટે સ્ટે આપ્યો

મુંબઈ -  રાજસ્થાન હાઈકોર્ટે શાહરુખ ખાન તથા દીપિકા  પદુકોણ સામે થયેલી એક એફઆઈઆર પર  સ્ટે આપી દીધો છે. 

એક ગ્રાહકે પોતાની કારમાં ખામી બદલ આ કારને એન્ડોર્સ કરનારાં શાહરુખ અને દીપિકાને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવ્યાં હતાં. શાહરુખ અને દીપિકા વતી હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરાવવા  અરજી થઈ હતી. તેમાં  જણાવાયું  હતું  કે આ કલાકારો ફક્ત બ્રાન્ડ પ્રમોશન સાથે  જ સંકળાયેલાં હોય છે અને કંપનીની ટેકનિકલ બાબતો  તેમના હસ્તક હોતી નથી. 

રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચ દ્વારા જણાવાયું  હતું કે આ એફઆઈઆરમાં તથ્યોનો અભાવ છે. આથી શાહરુખ, દીપિકા  તથા કાર  કંપનીના પદાધિકારીઓ સામે થયેલી એફઆઈઆર સંદર્ભમાં વધુ કોઈ કાર્યવાહી કરવા પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો.