Get The App

અરુણ ગવળી સામે ખંડણી કેસના દસ્તાવેજો પૂરમાં તણાઈ ગયા

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
અરુણ ગવળી સામે ખંડણી કેસના દસ્તાવેજો પૂરમાં તણાઈ ગયા 1 - image


મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની વિશેષ કોર્ટમાં કબૂલાત

બિલ્ડર પાસે ખંડણી માગવા બદલ મકોકા લાગુ પાડવાના કેસમાં ગવળીના વકીલે દસ્તાવેજો રજૂ કરવા અરજી કરતાં ક્રાઈમ બ્રાન્ચે કહ્યું , એ તો મળતા જ નથી

મુંબઈ :  ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગુલાબ ગવળી સામેના ૨૦૦૫ના ખંડણીના કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)ની કડક જોગવાઈ લાગુ કરવા સંબંધી દસ્તાવેજો મળી રહ્યા નહોવાનું ક્રાઈમ બ્રાંચે વિશેષ કોર્ટને જણાવ્યું હતું.

વિશેષ જજ બીડી શેળકેએ ક્રાઈમ બ્રાંચને ગુમ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપતાં જવાબમાં પોલસે આ નિવેદન  આપ્યું હતું. હાલ ગવળી સિવસેનાના નેતા અને માજી નગરસેવક કલમાકર જામસાંડેકરની હત્યાના કેસમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં જન્મટીપ ભોગવે છે અને જામીન પર મુક્ત છે.

૨૦૦૫માં મુંબઈ, થાણે અને કલ્યાણમાં મિલકત હડપ કરવા ધમકી આપવા ખંડણી પડાવવાના આરોપસર ગવળી અને તેના માણસો સામે ખંડણીનો કેસ નોંધાયો હતો. ઉલટતપાસ માટે દસ્તાવેજો રજૂ કરવા ગવળીના વકિલે અરજી કરી હતી. સરકારી વકિલના જણાવ્યા અનુસાર  મુંબઈના  પૂરમાં ગુમ થયેલા દસ્તાવેજોમાં આ  કાગળો પણ હતા  અને હાલ તે મળતા નથી.

કોર્ટે આ કેસમાં અગાઉ ૧૫ દિવસની મુદત આપીને દસ્તાવેજ રજૂ કરવા જણાવ્યું હતંુ. જોકે ગત સુનાવણીમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે દસ્તાવેજો મળી રહ્યા નથી.

રામ શ્યામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડવેલપમેન્ટને ચાલુ રાખવો હોય તો રૃ. ૫૦ લાખ આપવા પડશે એવી ધમકી બિલ્ડરને આપવામાં આવી હતી.

એપ્રિલમાં બોમ્બે હાઈ કોર્ટે ૨૦૦૬ના સરકારી જાહેરનામાને ટાંકીને વહેલા મુક્ત કરવાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશને સ્થિગીત આપતાં વહેલી મુક્તિનીશક્યતા ટળી ગઈ હતી.


Google NewsGoogle News