બેન્ક સાથે ૧૦ કરોડની છેતરપિંડી માટે દાદરની કંપની સામે ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સીબીઆઈએ તપાસ શરુ કરી
ટેક્સ્ટાઈલ કંપની દ્વારા પીએનબીની લોનની રકમનો દુરુપયોગ
મુંબઈ - સીબીઆઈએ દાદર સ્થિત ટેક્સટાઇલ કંપની, તેના ડિરેક્ટરો સામે પંજાબ નેશનલ બેંક સાથે રૃ.૯.૬૨ કરોડની કથિત છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. લોન લેનારાઓએ ખોટી નાણાકીય વિગતો અને વધેલા કોલેટરલ મૂલ્યાંકનનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. બેંકે સપ્ટેમ્બર ૨૦૧૩માં ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કર્યું હતું અને ઓગસ્ટ ૨૦૨૫માં આરબીઆઇને છેતરપિંડીની જાણ કરી હતી.
એજન્સીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે લોન લેનાર કંપની અને તેના ડિરેક્ટરોએ ભંડોળનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો.
દાદર સ્થિત આ લોન લેનાર કંપની કાપડના વેપારમાં સંકળાયેલી હતી. તેના ડિરેક્ટરો અને ગેરંટરોએ, અન્ય અજાણ્યા વ્યક્તિઓ સાથે મળીને ૨૦૧૩માં નાણાકીય સ્થિતિની ખોટી વિગતો અને ગેરમાર્ગે દોરતી માહિતી આપી છેતરપિંડીથી બેંકને ફસાવી હતી.
લોન લેનાર મંજૂરી પત્રની શરતો અને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા , વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ થયા અને જૂન-જુલાઈ ૨૦૧૩થી સ્ટોક, બુક ડેટ સ્ટેટમેન્ટ સબમિટ કર્યા નહીં. કંપનીના ડિરેક્ટરો લોનના હપ્તા અને વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. આથી સપ્ટેમ્બર ૨૦૧૩માં બેંક દ્વારા કંપનીના ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ ૨૦૨૫માં બેંક દ્વારા આરબીઆઇને ખાતાનો ફ્રોડ તરીકે રિપોર્ટ કરવામાં આવ્યો હતો, એમ સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું.




