Get The App

બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલમાં એડમિટ

Updated: Aug 8th, 2020

GS TEAM

Google News
Google News
બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલમાં એડમિટ 1 - image

મુંબઈ, તા. 08 ઓગસ્ટ 2020, શનિવાર

બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબિયત બગડી છે. જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ હતી.

જો કે, અભિનેતા સંજય દત્તનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ અભિનેતા સંજય દત્ત નોન-કોવિડ હોસ્પિટલમાં એડમિટ છે. જો તેમની સ્થિતિ સ્થિર રહી તો રવિવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, અભિનેતા સંજય દત્ત હાલ પરિવારથી દૂર છે. લોકડાઉનના સમયથી જ માન્યતા અને બાળકો દુબઈમાં છે અને ત્યાંથી પરત નથી આવી શક્યા. જો કે હાલ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતાની વાત નથી કારણ કે તેમનો  રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને જલ્દી જ હોસ્પિટલમાંથી રાહત પણ મળી શકે છે.

અભિનેતા પાસે હાલ ઘણાં પ્રોજેક્ટ પેન્ડિંગ છે જેમાં સડક-2, શમશેરા, ભુજ, કેજીએફ-2, પૃથ્વીરાજ અને તોરબાજ જેવી ફિલ્મો સામેલ છે. જો કે કોરોનાની સ્થિતિની કારણે કોઈ પણ ફિલ્મોની શૂટિંગ નથી થઈ રહી.

Tags :