Mumbai

બીએમસીની એફડી ૪૦૦૦ કરોડ ઘટી, હજુ ૨૮,૦૬૦ કરોડ વપરાશે

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ મહાનગરપાલિકાની FD ઘટીને 77,905.39 કરોડ થઈ છે. 2026 સુધીમાં 28,060 કરોડ વાપરવાનું આયોજન છે. કર્મચારીઓના પગાર અને કોન્ટ્રાક્ટરોને ચૂકવણી માટે FD તોડવી પડશે. એક સમયે 91 હજાર કરોડ પાર પહોંચેલી FDમાં સતત ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. નવા શાસકો જૂની બચત ખાલી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીએમસીની એફડી ૪૦૦૦ કરોડ ઘટી, હજુ ૨૮,૦૬૦ કરોડ વપરાશે

નવા  શાસકો જૂની બચત ખાલી  કરી રહ્યા છેેે   ે   

કર્મચારીઓના પગાર ચૂકવવા તથા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ માટે પણ એફડી તોડવી પડશે

મુંબઈ -  દેશની શ્રીમંત  મુંબઈ મહાનગર પાલિકા પાસે એક સમયે રૃ.૯૧ હજાર કરોડને પાર પહોંચેલી  ફિક્સ ડિપોઝિટ્સ ઘટીને ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ રૃ.૭૭,૯૦૫.૩૯ કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના અંતે  ફિક્સ ડિપોઝિટમાંથી આશરે રૃ.૪,૦૦૦ કરોડનો ઘટાડો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ ફિક્સ ડિપોઝિટસમાંથી રૃ.૨૮,૦૬૦ કરોડ વાપરવાનું આયોજન હોવાથી મહાપાલિકાની આથક સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.

મહાપાલિકાના નાણાં વિભાગે સ્થાયી સમિતિને આપેલી માહિતી મુજબ, ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ફિક્સ ડિપોઝિટસ રૃ.૮૧,૪૪૯ કરોડ અને ૨૮ ફેબુ્રઆરીએ રૃ.૮૧,૯૧૯.૭૧ કરોડ હતી. જોકે, માર્ચના અંતે તેમાં મોટો ઘટાડો થઈ ને રૃ.૭૭,૯૦૫.૩૯ કરોડ થયો હતો.

વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ મુજબ, પ્રોજેક્ટો માટે અનામત રૃ.૩૬,૬૨૩ કરોડમાંથી રૃ.૧૪,૨૯૫ કરોડ વિવિધ વિકાસકામોમાં વપરાશે. જ્યારે કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓનાં લેણાં માટેના અનામત ભંડોળમાંથી રૃ.૧૩,૭૬૫ કરોડ કામચલાઉ આંતરિક લોન તરીકે લેવામાં આવશે. આવક મળતાં આ રકમ ફરી ફિક્સ ડિપોઝીટસમાં  જમા કરાવવાની યોજના છે.

પાલિકાની ફિક્સ ડિપોઝિટસમાંથી કર્મચારીઓનાં લેણાં ચૂકવવા ઉપરાંત કોન્ટ્રાક્ટરોની અનામત રકમ પણ રાખવામાં આવે છે. કોરોના બાદ બાંધકામ ક્ષેત્રને અપાયેલી રાહતોને કારણે માર્ચ ૨૦૨૨માં પાલિકાની  ફિક્સ ડિપોઝિટસ રૃ.૯૧ હજાર કરોડને પાર પહોંચી હતી. જોકે, ત્યારબાદ તેમાં ઘટાડાનો દોર શરૃ થયો છે.જોકે ગત ચાર વર્ષમાં ફિક્સ ડિપોઝિટમાંથી આશરે રૃ. ૧૪,૦૦૦ કરોડ ઉપાડી લીધો છે એવું હોવાનું દેખાય છે

પાલિકાની ઘટતી ફિક્સ ડિપોઝિટ ચૂંટણી દરમિયાન પણ રાજકીય વિવાદનો મુદ્દો બની હતી. હવે વિકાસકામો માટે ફરી મોટી રકમ ઉપાડવાની તૈયારી વચ્ચે ફિક્સ ડિપોઝિટઓ કેટલી ઘટશે તેના પર મુંબઈગરાઓની નજર રહે.