ઔરંગાબાદ અગ્નિકાંડઃ પીડિત વિદ્યાર્થિનીએ 'સોરી' ન કહેતા મૃતક આરોપી વિફર્યો હતો
- યુવકે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
મુંબઈ: પ્રેમપ્રકરણના વિવાદને લીધે ઔરંગાબાદમાં પ્રેમિકાને બાથ ભીડી અગ્નિસ્નાન કરતા યુવકના મોત નિપજવાના મામલામાં નવી માહિતી પોલીસને મળી છે. મૃતક આરોપીએ પીડિતાને ફક્ત એક વખત 'સોરી' કહેવાની શરત મૂકી હતી. પરંતુ વિદ્યાર્થિનીએ તેની વાત માની નહોતી આથી તે વધારે ગુસ્સામાં હોવાનું કહેવાય છે આ ઉપરાંત અગાઉ પણ આ યુવકે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો
ઔરંગાબાદના ચકચારજનક કેસની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. પોલીસે કોલેજમાં પ્રોફેસરનું નિવેદન નોંધ્ય છે.
આ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક ગજાનને ફરિયાદ કરી હતી કે પૂજાએ તેની સાથે છેતરપિંડી કરી છે. પ્રોફેસરે બન્નેને 12 નવેમ્બરના એક બીજા સાથે બેસાડીને સમજાવ્યા હતા ત્યારે પીડિતાએ તેની સાથે છેતરપિંડી છે આથી એક વખત 'સોરી' કહેવાની શરત ગજાનને મૂકી હતી. પરંતુ પૂજાએ કોઈ છેતરપિંડી કરી નથી એવું જણાવીને સોરી કહેવાની ના પાડી હતી.
આ અંગેના વોટસએપ મેસેજ પણ ગજાનને સંબંધિત પ્રોફેસરને મોકલ્યા હતા. ત્યારબાદ 21 નવેમ્બરના ગજાનન કોલેજમાં રૂમમાં પૂજા સાથે સળગી ગયો હતો.
પ્રોફેસરના જવાબ પરથી પૂજા અને ગજાનન વચ્ચે ઘણા મહિનાથી વિવાદ ચાલી રહ્યો હોવાનું પોલીસને માલૂમ પડયું હતું.
ગત 15 સપ્ટેમ્બરના યુનિવર્સિટીના પરિસરમાં ગજાનને પોતાના શરીર પર પેટ્રોલ રેડીને પૂજાના હાથમાં માચીસની પેટી આપી હતી મને સળગાવી નાખ એમ તેણે પૂજાને કહ્યું હતું. પણ પીડિતા ત્યાંથી જતી રહી હતી બાદમાં પૂજાએ ગજાનનના પિતાને ફોન કરીને તેને સમજાવવા કહ્યું હતું આ રેકોર્ડિંગ પણ પોલીસને મળ્યું છે.