અનિલ કપૂર એક નંબરનો ખોટાબોલો છેઃ પહલાજ નિહલાની

દ્વિઅર્થી ગીત મુદ્દે અનિલ ખોટું બોલ્યો
અનિલ કપૂરે અંદાજ ફિલ્મ વિશે કરેલી ટિપ્પણીથી પહલાજ ભારે નારાજ
મુંબઇ - અનિલ કપૂર એક નંબરનો ખોટાબોલો હોવાનું પ્રોડયૂસર પહલાજ નિહલાનીએ જણાવ્યું છે.
થોડા સમય પહેલાં અનિલ કપૂરે 'અંદાજ' ફિલ્મ વિશે એવી કોેમેન્ટ કરી હતી કે આ ફિલ્મ એક બી ગ્રેડ ફિલ્મ હતી અને તેમાં પોતે માત્ર પૈસા ખાતર કામ કર્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મમાં દ્વિઅર્થી ગીત કરવા માટે તે જરાય સંમત ન હતો. તેને આ ગીત વિશે બહુ માહિતી પણ ન હતી.
પહલાજે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અનિલ કપૂરે કારકિર્દીમાં અનેક બી ગ્રેડ ફિલ્મો કરી છે. તે મારી પાસે કામની ભીખ માગતો આવ્યો હતો. મેેં ક્યારેય કોઈ બી ગ્રેડ ફિલ્મ બનાવી નથી. તે જે વિવાદાસ્પદ ગીતની વાત કરે છે તે તેણે ઓછામાં ઓછા ૫૦ વખત સાંભળ્યું હતું અને આ ગીત બહુ હિટ જશે તેવું પણ કહ્યું હતું. ફક્ત જુહી ચાવલાએ જ ગીતમાં ડાન્સ મૂવમેન્ટ વિશે સવાલો કર્યા હતા.

