મુંબઈ પોલીસની ડ્રાઈવરને સતારાના મેળામાં અકસ્માત
સાથે બેઠેલાં યુવક યુવતીની બૂમો કોઈને સંભળાઈ નહીં ઃ સળીયામાં ઁઅટવાયેલા વાળ કાતરથી કાપી નીચે ઉતારાઈ
મુંબઈ - અંધેરીમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના વતન સાતારાના જાવળી તાલુકામાં મ્હસવે, વડાચે ગામમાં યોજાયેલા મેળામાં આકાશ ચકરડામાં ગંભીર ઈજા પામી હોવાની ઘટના બની હતી. ચકરડામાં બેઠા બાદ લોખંડી સળીયામાં તેના લાંબા વાળ અટકી જતાં વાળ ચામડી સાથે ઉખડી ગયા હતા. જખમી મહિલા પોલીસની પુણેમાં સારવાર ચાલી રહી છે.
મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ ઋતુજા શંકર સાવંત (૨૨) છે અને મુંબઈ પોલીસ દળમાં ડ્રાઈવર તરીકે કાર્યરત છે. હાલ અંધેરીમાં રહે છે અને વતન ગામમાં ત્રીથી અને ચોથી ફેબુ્રઆરીએ ભરાયેલા મેળામાં ગઈ હતી.
ઋતુજા ચકરડામાં બેસતાં જ તેના લાંબા વાળ ચકરડાના લોખંડી સળીયામાં ટકી ગયા હતા. તેની સાથે બેઠેલા અન્ય યુવક-યુવતીએ બૂમા બૂમ કરી મૂકી હતી. પણ ચકરડું ઝડપથી ફરી રહ્યું હોવાથી બહાર અવાજ સંભળાયો નહોતો. છેવટે કેટલાંક યુવકોએ મોટા લોખંડી એંગલને પકડીને ચકરડું અટકાવ્યું હતું. એટલી વાર સુધીમાં ઋતુજાના માથાના વાળ ચામડી સાથે ઉઘડી ગયા હતા. સળીયામાં અટવાયેલા વાળ કાતરથી કાપીને તેને નીચે ઉતારવામાં આવી હતી. ગંભીર હાલતમાં તેને સાતારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાથમિક ઉપચાર બાદ તેને પુણે ખસેડાઈ હતી. ત્યાં બે મોટી સર્જરી કરાઈ અને હજી બે સર્જરી કરવી પડશે. આને માટે આઠ લાખનો ખર્ચ અપેક્ષીત હોવાનું કહેવાય છે.
ડોક્ટરના કહેવા મુજબ ઉપરના ભાગના વાળના ત્રણ લેયર હોય છે. તેમાંથી બે લેયર ત્વચા સાથે ઉખડી ગયા છે અને અકે લેયર છે. આથી મગજને નુકસાન થયું નથી.
ફનફેર કમિટીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને સભ્યોએ પોલીસ સ્ટેશનની કોઈ પરવાનગી લીધા વિના ચકરડું શરૃ કર્યું હોવાનું જણાયું છે. ચકરડાના માલિક સંજય ચવ્હાણ અને ઓપરેટર તેમ જ કમિટીના વિશ્વાસ ગુલાબ શિર્કે, સુનીલ જાધવ અને વિઠ્ઠલ શિર્કે સામે મેઢા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.


