મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર બાદ હવે શિરડીના સાંઇ મંદિર એલર્ટ મોર્ડ પર

નાશિકના કાળારામ મંદિર પરિસરમાં મોક ડ્રીલ કરાઇ
મુંબઈ - ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલી તંગદીલીના માર્શ્વભૂમિ પર દેશના મહત્વના ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા વધારે કડક બનાવી છે. જેમાં મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર બાદ હવે શિરડીના સાઇબાબા દેવસ્થાન પર એલર્ટ મોર્ડ પર મૂકાયું છે.
શિરડી સાઇબાબા મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. આ કારણસર મંદિરમાં શ્રદ્ધાળુઓ નાળિયેર, ફૂલ, હાર અને અન્ય પૂજાની સામગ્રીની સ્કેનિંગ કરવાની પ્રક્રિયા શરૃ કરાઇ છે. કોઇપણ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મંદિરમાં આવે નહીં એ માટે ખાસ મશીન થકી તેની તપાસ કર્યા બાદ જ મંદિરમાં શ્રદ્ધાળુને જવા દેવાશે. આમ અહીં કડક પહેરો ગોઠવવામાં આવ્યો છે.
આ સિવાય મંદિરની સુરક્ષા માટે વધુ એક મહત્વના નિર્ણય લીધો હતો. જેમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણ સાથે લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
તદઉપરાંત સુરક્ષા યંત્રણા વધુ કડક કરવા માટે મંદિરના પરિસરમાં સી.સી.ટી વી કેમેરાના માધ્યમથી શ્રદ્ધાળુઓની ગરદી, મંદિરનાં પરિસરમાં ૨૪ કલાક બારીકાઇથી નજર રાખવામાં આવે છે.
અહીં તહેનાત સુરક્ષા રક્ષકોને સ્પેશિયલ પ્રશિક્ષણ આપવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ લઇ જતાં દેખાયા તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરાય છે.
આ સિવાય નાશિકના પંચવટીમાં રામકુંડ, કપાલેશ્વર મંદિર તેમજ કાળારામ મંદિરના પરિસરમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.

