mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માનખુર્દમાં મહિલા પર બળાત્કાર 53 વર્ષીય શખ્સની ધરપકડ

Updated: May 26th, 2024

માનખુર્દમાં  મહિલા પર બળાત્કાર  53 વર્ષીય શખ્સની ધરપકડ 1 - image


નવી મુંબઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આર્થિક મદદને બહાને ઘરમાં બોલાવી આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો

મુંબઇ: માનખુર્દમાં ૩૩ વર્ષીય મહિલાને આર્થિક મદદ આપવાને બહાને કથિત રીતે બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિ સામે નવી મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદી મહિલા નવી મુંબઈની રહેવાસી છે. તેણે ફરિયાદમાં આરોપ મૂકયો હતો કે આરોપીએ તેને આર્થિક મદદ આપવાને બહાને માનખુર્દ વિસ્તારમાં તેના ઘરે બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો

આ ઘટના બાદ મહિલાએ નવી મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ૫૩ વર્ષીય આરોપી વિરુદ્ધ કલમ ૩૭૬ અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Gujarat