app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વધારાની એફએસઆઈ ખરીદી પર ૫૦ ટકા છૂટ પ્રોજેક્ટની પૂર્ણાહૂતી સુધી લાગુઃ હાઈકોર્ટ

Updated: Nov 18th, 2023


કોવિડ કાળમાં બાંધકામ ક્ષેત્રેને પ્રોત્સાહિત કરતા જીઆર પર સ્પષ્ટતા

વધારાની રકમ માગ્યા  વિના પરમિશન રિન્યુ કરવા પાલિકાને નિર્દેશ

મુંબઈ: સંખ્યાબંધ ડેવલપરો અને ફ્લેટ ખરીદદારોને રાહત આપીને બોમ્બે હાઈ કોર્ટે ઠેરવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કોવિડ-૧૯ દરમ્યાન ડેવલપરોને વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ  (એફએસઆઈ) ખરીદી પર આપેલી ૫૦ ટકા છૂટ પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી લાગુ રહેશે અને વધઘટ થતી રકમ ત્યાર બાદ સરભર કરવામાં આવશે. રકમ ચૂકવણીનો આગ્રહ રાખ્યા વિના પાલિકાને પરવાનગી રિન્યુ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સરકારી જીઆર અનુસાર ૫૦ ટકા રિબેટ ઉપરાંત આર્થિક નબળા વર્ગના ઉપરાંત ઓછી કે મધ્યમ અને ઉચી આવકવાળા  ખરીદદારોની આખી સ્ટેમ્પ ડયૂટી બિલ્ડરોએ ભરવાની રહેશે એમ પણ જણાવ્યું હતું.

નવ ડેવલપરોએ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે પ્રોજેક્ટ શરૂ થઈ ગયો હોવા છતાં પાલિકા પરવાનગી રિન્યુ નથી કરતી અને વધારાની એફએસઆઈ માટે જંગી પ્રીમિયમ માગી રહી છે. 

ઓક્ટોબરના ચુકાદામાં કોર્ટે નોંધ કરી હતી કે ડેડલાઈન સુધીમાં પ્રીમિયમ ચૂકવનારા અને સ્ટેમ્પ ડયૂટીની જવાબદારી લેનારા પ્રોજેક્ટને આ વન ટાઈમ રિબેટ લાગુ છે.

પાલિકાએ દલીલ કરી હતી કે જીઆર અનુસાર ડેવલપરોએ ઈન્ટીમેશન ઓફ ડિસએપ્રુવલ (આઈઓડી) સર્ટિફેક્ટ મેળવ્યાના એક વર્ષમાં બાંધકામ શરૂ કરવાનું હતું. બિલ્ડરોએ આ વાત સામે વાંધો ઉઠાવીને જણાવ્યું હતું કે અનેકવાર ડેવલપરોને તેમના નિયંત્રણ બહારના કારણને લીધે સીસી મળી શકતું નથી. પાલિકો જણાવ્યા અનુસાર વધારાની એફએસઆઈ ટ્રેડેબલ નથી અને અઆથી માર્કેટ વેલ્યુ નથી હોતી,

હાઈ કોર્ટે આ દલીલમાં તથ્ય ગણાવ્યું હતું પણ જણાવ્યું હતું કે જીઆરનો હેતુ રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હતો. સરકારે નિષ્ણાતનો અહેવાલ મગાવ્યા બાદ જીઆર કાઢયો છે. કેટલાંક બિલ્ડરોએ જણાવ્યું હતુંં કે તેમણે માર્ચમાં વધારાની રૂ.૧.૬ કરોડની રકમ ભરી છે કોર્ટે પાલિકાને રિફન્ડ કરવા આદેશ આપ્યો હતો પણ પાલિકાની વિનંતીને પગલે આદેશ છ સપ્તાહ માટે સ્થગિત કર્યો છે.

Gujarat