mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કુવૈતથી બોટ દ્વારા મુંબઈ આવેલા 3ને અદાલતી કસ્ટડીમાં ધકેલાયા

Updated: Feb 13th, 2024

કુવૈતથી બોટ દ્વારા મુંબઈ આવેલા 3ને અદાલતી કસ્ટડીમાં ધકેલાયા 1 - image


પોલીસે વધુ 2 દિવસ રિમાન્ડ માગ્યા પણ અદાલતનો ઈનકાર

તપાસમાં કોઈ પ્રગતિ ન થઈ હોવાની આરોપીઓની દલીલઃ જામીન માટે કરેલી અરજીની સુનાવણી 16 ફેબ્રુઆરી પર રખાઈ

મુંબઈ- કુવૈતથી ગેરકાયદે બોટ મારફત ભારત આવવા બદલ પકડાયેલા તામિલનાડુના ત્રણ શખસને વધુબે દિવસની પોલીસ કસ્ટડી આપવાની પોલીસની વિનંતીને નકારીને કોર્ટે ત્રણે ૧૫ દિવસની અદલાતી કસ્ટડી આપી હતી.

અગાઉ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૨ ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડી લંબાવી હતી. ત્રણ આરોપીઓ સામે પાસપોર્ટ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ કુવૈતમાં કે બોટ પ્રવાસ દરમ્યાન કોઈ ગુનો આચર્યો છે કે નહીં એની તપાસ કરવા પોલીસે પોલીસકસ્ટડી લંબાવવાની માગણી કરી હતી.

આરોપી વતી દલીલ કરાઈ હતી કે તપાસમાં અગાઉની કસ્ટડી બાદ કોઈ પ્રગતિ થઈ નથી. હાલની રિમાન્ડ અરજી  અગાઉની રિમાન્ડ અરજીની કોપી પેસ્ટ છે, કારણોમાં કોઈ બદલાવ નથી.જીપીએસ ટેક્નિકલ મામલો છે અને  તેના માટે અરોપીઓને કસ્ટડીમાં રાખવા જરૃરી નથી.

બંને બાજુ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે ત્રણે જણને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી હતી. આથી ત્રણે જણે જામીન માટે અરજી પણ કરી છે. કોર્ટે અરજીનો જવાબ મગાવીને સુનાવણી ૧૬ ફેબુ્રઆરી પર રાખી છે.

આરોપીઓના સુનિલ પાંડેએ જણાવ્યું હતું કે નિત્સો ડિટ્ટો (૩૧), વિજય વિનય એન્થની (૨૯) અને જ સહાયત્તા અનિશ (૨૯) તેમના માલિક અબ્દુલ્લા શારહીદ નામના કુવૈતના નાગરિક પાસેથી છુટકારો મેળવવા માગતા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. પગાર અપાતો નહોતો અને માગવા જતાં માર મરાતો હતો.

Gujarat