પશ્ચિમ બંગાળથી એક કરોડ 30 લાખના હિરા લઇને ફરાર આરોપીને કલ્યાણ રેલવે પોલીસે પકડયો


કલ્યાણ : પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાંથી કરોડો રૂપિયાના હિરા જવેરાત ચોરી કરી ફરાર થયેલા આરોપીને કલ્યાણ લોહમાર્ગ રેલવે પોલીસે ઝડપી લઇ તેને બંગાલ પોલીસના હવાલે કર્યો છે. ઇમરાન તેજાઉદ્દીન અંસારી નામનો ચોર એક વેપારીને ત્યાંથી 1 કરોડ 30 લાખ રૂપિયા કિંમતના હિરા, સોના ચાંદીના દાગીના અને કિંમતી મોબાઇળ લઇને ફરાર થયો હતો.

વર્ધમાન જિલ્લાની કુલ્ટી પોલીસ ઇમરાન અંસારી નામના ચોરને શોધી રહી હતી ત્યારે કુલ્ટી પોલીસ સ્ટેશનના એએસઆઇ દિપેન્દ્ર મુખરજીને ખબર મળી કે આરોપી ઇમરાન અંસારી મુંબઇ જવા માટે રવાના થયો છે. મુખરજીએ આ બાબતની સુચના કલ્યાણ રેલવે પોલીસને આપી. પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પો. ઇન્સ્પેક્ટર અર્ચના દુસાનેની આગેવાનીમાં અપરાધ શાખાના પો.ઇન્સ્પેક્ટર દેશમુખની ટીમ રવાના થઇ મંગળવાર તા. 22 નવેમ્બરે કલ્યાણ સ્ટેશનમાં ઘેરાબંધી કરી ગાડી નં. 12361ની તપાસ કરતાં આરોપી ઉતરીને બ્રીઝ ચઢી રહ્યો હતો ત્યાં પોલીસે તેને ઝડપી લીધો વરિષ્ઠ પો. ઇન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ જણાવ્યું કે આરોપી ઝારખંડના દુમકા જિલ્લાનો રહેવાસી છે. અને પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના કુલ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 કરોડ 30 લાખ રૂપિયા કિંમતના હિરા જવેરાત લઇને ફરાર થયો હતો. હાલમાં  ટ્રીજીટ રિમાંડના આધારે આરોપી ઇમરાનને બંગાળ પોલીસને સુપરત કરાયો છે.

City News

Sports

RECENT NEWS