મોરબી, તા.29 ફેબ્રુઆરી 2020, શનિવાર
મોરબીના જેતપર રોડ પરથી પોલીસે અંકિત અરુણભાઈ રાઠોડ નામના શખ્સને એક પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે સોમૈયા સોસાયટીમાં રહેતો અંકિત ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે રાખી જેતપર બાજુથી મોરબી આવી રહ્યો છે, તેથી વોચ ગોઠવી અંકિત રાઠોડને પકડીને દેશી બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ નંગ ૧ કીમત રૂ ૧૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ ૨ કીમત રૂ ૨૦૦ સહીત કુલ ૧૦,૨૦૦નો મુદામાલ જપ્ત કરી હથિયારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હથિયાર તેણે કોની પાસેથી કયા ઇરાદે મેળવ્યું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.


