Morbi

વાંકાનેરના ખીજડીયા ગામે વાહનમાં નુકસાન કરી મારામારી, સાતને ઈજા

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
મોરબી : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં શેરીમાં નીકળવા બાબતે મનાઈ કરીને ફડાકા મારી દેતા અગાઉ ઝઘડો થયો હતો. આ વેળા બહાર રહેલીે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું જે બનાવનો રોષ રાખી ૧૦ શખ્સોએ દુકાન અને ગોદામમાં જઈને લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારી સાત જેટલા લોકોને ઈજા થઈ હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વાંકાનેરના ખીજડીયા ગામે વાહનમાં નુકસાન કરી મારામારી, સાતને ઈજા

મોરબી : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં શેરીમાં નીકળવા બાબતે મનાઈ કરીને ફડાકા મારી દેતા અગાઉ ઝઘડો થયો હતો. આ વેળા બહાર રહેલીે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું જે બનાવનો રોષ રાખી ૧૦ શખ્સોએ દુકાન અને ગોદામમાં જઈને લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારી સાત જેટલા લોકોને ઈજા થઈ હતી
ખીજડીયા ગામના સાગર મોમભાઈ ડાભી (ઉ.વ.૩૨)એ ગોપાલ સરૈયા, નારણ સરૈયા, કેયુર સરૈયા, મહિપાલ સરૈયા, મહેશ સરૈયા, રણછોડ સરૈયા, ભૂપત સરૈયા, પારસ સરૈયા, લીલાભાઈ સરૈયા અને છેલાભાઈ સરૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમના કાકાના દીકરા વિપુલભાઈ બે દિવસ પહેલા આરોપીઓની શેરીમાંથી નીકળતા ગોપાલે શેરીમાંથી નહિ નીકળવાનું કહીને ફડાકા મારી દેતા બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીઓએ સાગરની કારમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું
આ બનાવનો રોષ રાખી દશ શખ્સોએ એક સંપ કરી લોખંડ પાઈપ, ધારિયું અને લાકડી ધોકા સાથે મોમાઈ ટ્રેડીંગ નામની દુકાન અને ગોદામ ખાતે આવી ફરિયાદી સાગર, પિતા મોમભાઈ તેમજ જવનીકને ગાળો આપવા લાગ્યા હતા. સાગરને માથામાં લોખંડ પાઈપ મારી તેમજ જવનીકને માથામાં ધારિયા અને મોમભાઈને પાઈપ અને લાકડીથી આડેધડ માર મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. મોમભાઈ ગરીયા, ભરતભાઈ ગરીયા અને કૈણભાઈ ડાભી, કુંવરભાઈ ફાંગલીયા, ચંદુભાઈ મેપાભાઈ ફાંગલીયા છોડાવવા પડતા તેને લાકડીઓ અને પાઈપ વડે માર મારી ચંદુભાઈને માથામાં અને હાથમાં ફ્રેકચર ઈજા કરી હતી તેમજ મોમભાઈ અને જવનીકને માથામાં ગંભીર મરણતોલ ઈજાઓ કરી બોલેરોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.