Get The App

રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના મોત

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના મોત 1 - image

ટંકારા, 23 જુન 2020 મંગળવાર

રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આજે સવારે ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક રાજકોટ-મોરબી રોડ પરથી પસાર થઇ રહેલા બાઈકને પાછળથી આવતા ટ્રકે ઠોકર મારી હતી.

જેના કારણે અકસ્માત થતા બાઇકસવાર વેવાઈઓ તયબભાઈ સિદીકભાઈ જુનેજા (ઉ વ. 50, રહે. હડાળા) તથા તયબભાઈ ઇસ્માઇલભાઈ જુનેજા (ઉ.વ. 60, રહે. રાજકોટ)ના મોત થયા છે.

આ બનાવની જાણ થતા ટંકારા 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. પરંતુ સારવાર પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.

ટંકારા પોલીસને કોઈએ જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :