મોરબીનાં નાની વાવડીમાં બે મિત્રોનું અપહરણ, છ આરોપીઓની ધરપકડ
- યુવક - યુવતી બાબતમાં પૂછપરછ કર્યા બાદ
- કારમાં ઉઠાવી ગયા બાદ મંદિર પાસે લઇ જઇ બન્નેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો
મોરબી, તા. 23 ઓક્ટોબર 2019, બુધવાર
મોરબીના નાની વાવડી ગામે બે મિત્રોને છ શખ્સોએ છોકરા છોકરી બાબતે પૂછપરછ કરી ગાળો આપીને બળજબરીથી ગાડીના બેસાડી અપહરણ કરી માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસે અપહરણ કરનાર છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ પડસુબીયા થતા તેના મિત્ર દીપકભાઈ બંને જણા ગત તા.૨૨ ના ૧૦.૪૫ વાગ્યાના અરસામાં ફરિયાદી ભરતભાઈ પરસુમીયાની એલ્યુમીનીયમ સેક્શનની દુકાન વાવડી રોડ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આવેલ છે ત્યાં બાજુમાં આવેલ દુકાન જીતુભાઈની દુકાનની બહાર બેઠા હતા ત્યારે બે ફોર વ્હીલ કાળા કલરની સ્કોપયો જીજે ૧૦ બીઆર ૬૯૬૪ તથા ગ્રે કલરની ફોર્ડ જીજે ૩૬ આર ૦૨૨૨ વાળીમાં ભરતભાઈ અરજણભાઈ રબારી, રામસિંગભાઈ રણછોડભાઈ રબારી, મહાદેવ કરણા રબારી, હિતેશભાઈ જેમાંલભાઈ રબારી, વિનોદભાઈ સમાંતભાઈ રબારી અને મનોજભાઈ જેમલભાઈ રબારી વાળાએ ગેરકાયદેસર મંડળી રચી છોકરા છોકરી બાબતે પૂછપરછ કરી ગાળો આપી ધાક ધમકી આપી પરાણે બાવડા પકડી તેઓની ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જઈ ટંકારા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે લઇ જઈ બંનેને માર મારી સામાન્ય ઈજા કરી કોઈ જાતની પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હોવાની ફરિયાદ ભરતભાઈ પોપટભાઈ પરસુમીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. કરતા છ આરોપીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વધુ મળતી વિગત મુજબ ફરીયાદી થતા દીપક દસ દિવસ પહેલા વાવડી ગામેથી યુવતી પ્રેમ લગ્ન કરી ભાગી હતી. જેમાં આ બને શખ્સો તેને મુકવા માટે નવસારી મુકવા માટે ગયા હતા જેથી ફરીયાદી પાસેથી નાસી ગયેલી છોકરી ભાળ મેળવા આ અપહરણ કરવામાં આવ્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે.