વાંકાનેર પાસે હાઈવે પર ઓટો શો રૂમમાં લૂંટારૂઓ ત્રાટક્યા
- 4 હિન્દીભાષી લૂંટારૂં દ્વારા રોકડા, મોબાઈલની ચોરી
- ચોકીદારને ખાટલા સાથે દોરડાથી બાંધી મોંઢા ઉપર ડુચો દઈ માર મારી લૂંટ ચલાવી નાસી ગયા
મોરબી,તા. 5 જૂન 2019, બુધવાર
વાંકાનેર હાઈવે પર આવેલા ઓટો શોરૂમમાં ચોેકીદારને ખાટલા સાથે બાંધીને ચાર આજાણ્યા હિન્દી ભાષી શખ્સો દ્વારા માર મારીને કુલ મળીને ૧૧ હજારના મુદ્દામાલની લુંટ કરવામાં આવી છે. જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી લુંટારુંઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
વાંકાનેરના ચંદ્રપુર રહેતા મામદભાઈ સાજીભાઈ શેરશીયા (ઉ.વ.૭૦) વાંકાનેર હાઈવે પરઆવેલ મુબીન ઓટો નામની શોરૂમમાં પગી તરીકે નોકરી કરે છે. ત્યારે ગત રાત્રીના તેઓ શોરૂમમાં હતા ત્યારે મોડી રાત્રીના શોરૂમની પાછળના ભાગમાંથી દિવાલ કુદીને ચાર શખ્સો જેની અંદાજે ઉમર ૨૫ થી ૩૦ વર્ષ તથા ૩ શખ્સોએ ટી શર્ટ પહેરેલ હોય અને ૧ શખ્સે શર્ટ પહેરેલ હોય આ ચારેય હિન્દીભાષી હોય તેમજ ફરિયાદી શો રૂમમાં સુતા હોય દરમિયાન ચારેય શખ્સોે ગાભાના દોરડાથી તેમને બાંધી મોઢે લુગડું બાંધી એક શખ્સે બે ગોદડાનો ડૂચો મારીને તેતમની ઉપર ચડી જઈને માર મારતા તેમણાં છુટવાની કોશિષ કરતા લુંટ કરવા આવેલ શખ્સોે હથોડીથી પગની પિંડીમાં મારી ૪ માંથી એક શખ્સે મામદભાઈનો મોબાઈલ, મોટર સાઈકલની ચાવી રોકડા ૧૦,૬૦૦ ની ચોરી કરી હતી. શોરૂપના તાળા તોડી ચારેય શખ્સો શોરૂમની પાછળની વંડી ટપી ભાગી ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોધાવી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના પી.એસ.આઈ. પી.સી.મોલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.