મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેસની પાઈપલાઈન તૂટતા ભયનો માહોલ
- GSPC ટીમે તાકીદે રીપેરીંગ કર્યું
મોરબી. તા, 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેસની લાઈનો નાખવામાં આવી છે. જેમાં આજે ખોદકામ કરતી વેળાએ ગેસની લાઈન તૂટી જતા વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મોરબીના સામાકાંઠે આવેલી અનુપમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલતું હોય ત્યારે વધુ ઊંડું ખોદકામ કરવાને પગલે નીચે રહેલી ગેસની લાઈન તૂટી ગઈ હતી. જેથી ગેસ લીકેજ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને બનાવ અંગે જાણ થતા તાકીદે જીએસપીસી ટીમ દોડી ગઈ હતી અને લાઈન રીપેરીંગ કરવાની કામગીરી કરી હતી.
સદનસીબે બનાવને પગલે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ લાઈન લીકેજ થતાં થોડીવાર માટે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.