વાંકાનેર: મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો, રાજકોટ આઇસોલેશનમાં દાખલ
વાંકાનેર, તા. 17 એપ્રીલ 2020, શુક્રવાર
મોમીન શેરીમાં રહેતા 45 વર્ષીય એક મહિલામાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી તબીબી સ્ટાફે તપાસીને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની મોમીન શેરીમાં રહેતા 45 વર્ષીય મહિલાને થોડાક કેટલાક દિવસથી તાવ આવતો હતો તેમને આજે શ્વાસ લેવામાં તકલીફ પડતાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસતાં તેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં તેમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ મહિલાનો રિપોર્ટ આજે સાંજે આવી જશે.