રવિવારનો 10મો કેસ: મોરબીના કાલિકા પ્લોટના રહેવાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
મોરબી, તા. 05 જુલાઈ 2020, રવિવાર
મોરબીમાં રવિવારે કોરોના બોમ્બ ફૂટી ગયો હોય તેમ એક બાદ એક કેસો સામે આવી રહ્યા છે અને વધુ એક કેસ મોરબીમાં આજે નોંધાયો છે અને રવિવારે એક જ દિવસમાં રેકર્ડબ્રેક 10 કોરોના કેસ નોંધાયા છે.
મોરબીની પ્રાઈવેટ હોસ્પિટલમાંથી દર્દીનું સેમ્પલ લેવાયું હતું જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. દર્દી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. દર્દી 10-15 દિવસ પૂર્વે ગાંધીધામ ગયા હોવાનું માહિતી પણ આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.
દર્દીને 10 વર્ષથી હૃદયની તકલીફ હોય જેની દવા પણ ચાલુ છે. હાલ દર્દીની તબિયત સ્થિર છે તો મોરબીમાં આજે કોરોનાનો 10મો કેસ સામે આવ્યો છે અને કુલ કેસની સંખ્યા બાવન પર પહોંચી છે.