Video: મોરબીમાં સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ છતી
મોરબી, તા. 25 જૂન 2019, મંગળવાર
મોરબીમાં આજે વરસાદી ઝાપટું પડવાથી જ નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ છતી થઇ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે શહેરમાં વરસાદી ઝાપટું પડતા જ જુના બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ, રામચોક, શાકમાર્કેટ વિસ્તાર, સનાળા રોડ સહીતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
પ્રિમોન્સુન કામગીરીમાં નગરપાલિકા દ્વારા વોકળા ગટરની યોગ્ય સફાઈના કરાતા થોડો વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા.
દરમિયાન વરસાદી ઝાપટા બાદ મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે નવા ડેલા રોડ વિસ્તારની હાલત સૌથી ખરાબ થવા પામી હતી.
વેપારીઓની લાખ રજૂઆત છતાં સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાની ઉદાસીનતાથી અહીં પાકો રોડ બનાવવા તો ઠીક પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થાના ગોઠવવામાં પણ તંત્રના પેટનું પાણી ન હલતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.