Get The App

મોરબીના ધરમપુર ગામના સરપંચ અને 7 સભ્યોને હોદ્દા પરથી દૂર કરાયાં

- ગૌચર ૫રથી દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહેતાં

- વર્ષ ૨૦૧૭માં સામાન્ય સભામાં દબાણ દૂર કરવા બાબતે અસમર્થ હોવાનો ઠરાવ કરી દીધો હતો

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
મોરબીના ધરમપુર ગામના સરપંચ અને 7 સભ્યોને હોદ્દા પરથી દૂર કરાયાં 1 - image


મોરબી, રાજકોટ,તા. 10, જૂન 2020, બુધવાર

મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવતા દબાણો મામલે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન ભાવેશભાઈ માકસણા, સભ્યો પ્રાણજીવનભાઈ લાલજીભાઈ માકસણા, ચંપાબેન રામજીભાઈ ઉપસરીયા, રસીલાબેન સંજયભાઈ સંતોકી, આશાબેન હર્ષદભાઈ માકસણા, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાલેરા, મનજીભાઈ પ્રેમજીભાઈ વઢરેકિયા અને ભરતકુમાર નાથાલાલ માકસણાને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. 


ધરમપુરના વતનીએ ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનમાં દબાણ અંગે રજૂઆત કરી હતી. ટીડીઓએ તપાસ કરતા દબાણો માલૂમ પડયા હતા.  જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ પર નડતર અને દબાણ દુર કરવાના અધિકાર ગ્રામ પંચાયતને હોવા છતાં  વર્ષ ૨૦૧૭માં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ગૌચર જમીનમાં દબાણ દુર કરવા બાબતે અસમર્થ હોવાના ઠરાવ  કરી નાખ્યા હતા. જેને ધ્યાને લઈને સરપંચ તથા ૭ સભ્યોને હોદા પરથી દુર કરવામાં આવ્યા હતા.  

જે હુકમથી સરપંચ અને ૭ સભ્યો નારાજ હોવાથી વિકાસ કમિશ્નર ગાંધીનગરને અપીલ કરી હતી. જેના અનુસંધાને વિવાદીને બચાવની પુરતી તક આપવા કારણદર્શક નોટીસ આપવામાં આવી અને તા. ૨૩-૦૧-૧૮ના રોજ મુદત રાખી હતી. પરંતુ ધરમપુર ઉપસરપંચ દ્વારા મુદતે જવાબ રજુ કરવા પુરતો સમય ના હોવાથી નવી મુદત આપવા અરજી કરી હતી અને માંગણી મુજબ તા. ૨૨-૦૨-૧૮,૨૮-૦૩-૧૮ અને ૧૦-૦૫-૧૮ ના રોજ મુદત આપવામાં આવી અને જવાબ રજુ કરવાની પુરતી તક આપવામાં આવી હતી.


Tags :