હળવદના રાતાભેર ગામ નજીક પેટ્રોલપંપ પર લૂંટ
મોરબી, તા. 27 જુન 2020, શનિવાર
હળવદ તાલુકાના રાતાભેર નજીક આવેલા પેટ્રોલપંપમાં બે શખ્સોએ લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે અને હળવદ પોલીસ મથકમાં ૪૦ હજારની લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના રાતાભેર ગામ વચ્ચે આવેલા નાગેશ્વર પંટ્રોલ પંપમાં એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા શખ્સોએ ધસી આવીને પેટ્રોલ પંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાને પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સિવાય પેટ્રોલપંપની ઓફિસમાં રહેલ ડોવરમાંથી 38 હજાર રોકડા અને ફરિયાદી પ્રદીપભાઈનો મોબાઇલ કિંમત રૂ. 2000 મળી કુલ રૂ. 40 હજારની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે તો લૂંટને અંજામ આપ્યા બાદ બન્ને શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવના ચાર દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેથી અનેકવિધ તર્ક-વિતર્કો ઉઠ્યા છે.