મોરબી: લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ કુલ 91 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
- મોરબી સીટી.એ.ડીવી.માં 1 મહિલા સહિત 32, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટીમાં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં 4 લોકો વિરુદ્ધ લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ
મોરબી, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
24 માર્ચ મધ્યરાત્રિથી લાગુ થયેલા 21 દિવસના લોકડાઉનના 15માં દિવસે બુધવારે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળી 91 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ થયો છે.
જેમાં મોરબી સીટી. એ.ડીવી. માં 1 મહિલા સહિત 32 લોકો વિરુદ્ધ, બી.ડીવી.માં 9, મોરબી તાલુકામાં 7, વાંકાનેર સીટી.માં 5, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 15, હળવદમાં 7 અને માળીયા મી.માં 4 લોકો વિરુદ્ધ લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચિત કારણ વગર ઘરની બહાર વાહન લઈને નીકળતા લોકોના વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે.
3 અઠવાડિયાના લોકડાઉનના સમયગાળામાં હવે આ ત્રીજા નિર્ણાયક તબક્કામાં હિડન (છુપા) કેસો બહાર આવવાની આશંકાને જોતા પોલીસે પોતાની કાર્યવાહી સખ્ત રીતે અમલી બનાવી છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ પણ સરપંચો અને તલાટીઓને સરકારી માર્ગદર્શીતા મુજબ અમુક સત્તાઓ આપવામાં આવી છે. જેમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા વ્યક્તિના પરિવારમાં રહેલા વાહનોની ચાવી કસ્ટડીમાં લેવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.