મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ 128 સામે કાર્યવાહી
મોરબી, તા. 13 એપ્રીલ 2020, સોમવાર
મોરબી જીલ્લા પોલીસની ટીમો લોકડાઉન જાહેરનામાની અમલવારી માટે સતત કાર્યરત છે અને જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૨૮ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરનાર 8 દુકાનદાર સામે કાર્યવાહી કરી છે તેમજ ટોળું એકત્ર થયું હોય તેવા 23 કેસો કરીને 110 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે લોકડાઉનના બિનજરૂરી અવરજવર કરનાર સામે 10 કેસમાં 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે લોકડાઉનમાં પોલીસે 11 વાહનો ડીટેઈન કર્યા છે મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 41 કેસોમાં 128 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.