Get The App

મોરબી: કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ

- 14 જેટલા અગ્રણીઓની અટકાયત

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
મોરબી: કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ 1 - image


મોરબી, તા. 17 જૂન 2020 બુધવાર

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે પ્રદર્શનકારી કોંગ્રેસના 14 જેટલા અગ્રણીઓની અટકાયત કરી હતી.

કેન્દ્ર અને રાજય સરકારે તાજેતરમાં લાગુ કરેલા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નવા બસસ્ટેન્ડ સુધી ચાલીને વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને છાજીયા લઈને વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


મોરબી: કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ 2 - image

જેના પગલે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના 14 જેટલા કોંગ્રેસીઓની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :