મોરબીની હોસ્પિટલોમાં ઓ.પી.ડી. બંધ, જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સ્થગિત
- કોરોના હાહાકાર વચ્ચે ઈન્ડનયન મેડિકલ એસો.નો નિર્ણય
- સોમવારે પણ મોટા ભાગની દુકાનો - બજાર બંધ રહેતા સન્નાટો : જનતા કર્ફયુના દિને જાહેરનામાં નો ભંગ કરનાર 16 વિરૂધ્ધ ગુનો
મોરબી, તા 23 માર્ચ 2020, સોમવાર
કોરોનાનો કહેર ગુજરાતમાં પણ વર્તાઈ રહ્યો છે અને પોઝીટીવ કેસોની વધતી સંખ્યા ચિંતાજનક છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસો મોરબી બ્રાંચ દ્વાર તા.૨૯ સુધી ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્મય લેવાયો છે. ઈન્ડિયન મેડિકલ એસો. મોરબીની યાદીમાં જણાવાયું છે કે, કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જેમાં તા.૨૩ માર્ચથી તા.૨૯ માર્ચ સુધી ઓપીડી સેવા બંધ રહેશે અને અત્યંત જરૂરી અને આવશ્યક ઈમરજન્સી દર્દીઓએ જ મોરબીના ડોકટરો પાસે જવું તેવી અપીલ થઈ છે.
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા આગામીિ તા.૩૧ માર્ચ સુધી ટ્રકમાં લોડીંગ અને અનલોડીંગ બંધ રાખવાનો નિર્ર્ણય કરવામાં આવ્યો છે. એસોના પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી તા.૩૧ મી તારીખ સુધીટ્રેન બંધ કરવામાં આવી તેમજ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે જેથી તા. ૩૧ માર્ચ સુધી મરોબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મોરબીની જનતાની સલામતી માટે ટ્રક સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને ટ્રકોમાં લોડીંગ અનલોડીંગ બંધ રાખવામાં આવશે.
મોરબી જિલ્લામાં કોરોના વાયરસને પગલે આજે પણ બજારો બંધ જોવા મળી હતી અને બજારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ રહી છે તે ઉપરાંત લોકોની ભીડ એકત્ર થતી હોય તેવા પાનના ગલ્લા , ચાની લારી, સહિતના દુકાનદારો સામે પોલીસ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી રહી છે અને સોમવારે પણ મોરબીના વેપારીઓએ બંધ પાળ્યો હતો.
જનતા કર્ફયુની અપીલને મોટાભાગના લોકોએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો પરંતુ કેટલાક વેપારીઓે પોતાની દૂકાનોને રાબેતામુજબ ખોલી હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગ બદલ ૧૬ દુકાનદારો સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતાં. જેમાં જુદા જુદા વિસ્તારોમાં છુપી રીતે દુકાન ખોલી ૪ થી વધુ વ્યક્તિ ભેગા થાય તેવી સ્થિતી ઉભી કરનાર પાન માવા ભૂગરા બટેકા સહિતની દુકાન અને લારી ગલ્લાનાં દુકાનદારોનો સમાવેશ થાય છે.
જાહેરનામાનાં ભંગ કરવા બદલ ભરતભાઈ વશરામભાઈ ભદ્રા, મહેશભાઈ હમીરભાઈ નાગલાણી, ખાલીદભાઈ હુસેનભાઈ ચાનીયા, રમેશભાઈ જેસંગભાઈ મઢવી, શનીભાઈ અશોકભાઈ ધોળકિયા, પ્રકાશભાી મેઘરાજભાઈ ભારવાણી, મયુરભાઈ કમલેશભાઈ, યશભાઈ, દીપકભાઈ પંડિત, મનસુખભાઈ ચુનીલાલ વ્યાસ, રાજેશભાઈ છોટાલાલ ખખ્ખર, રમણિકભાઈ ગોવિંદભાઈ ચાવડા, ઈશ્વરભાી જેરાજભાઈ ચીકાણી, નૂરમામદ ઉર્ફે નુરી જુસબભાઈ કટયા, પરેશ જેન્તીલાલ પંડિત, કિશોરભાઈ નટવરલાલ પરમરા અને કાંતિલાલ બગદારામ પ્રજાપતિ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ૧૨ અને બી ડીવીઝન પોલીસ દ્વારા ૩ કેસ કરવામાં આવ્યા છે તેમજ માળીયા પોલીસે પણ એક સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
શાળાઓનો ગમે ત્યારે ઈમર્જન્સી સેવામાં ઉપયોગ
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ તમામ શાળાના આચાર્યને સુચના આપી છે જેમાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગના જાહેરનામાંમાં સ્પષ્ટ સુચના છે કે કચેરી ખાતે ઉપલબ્ધ સ્ટાફ પૈકી ૫૦ ટકા સ્ટાફ રોટેશન સીસ્ટમથી ફરજ પર આવે અને ૫૦ ટકા સ્ટાફ પોતાના હેડકવાર્ટર પર હાજર રહે તે જરૂરી છે કચેરીનો ૫૦ ટકા સ્ટાફ પ્રથમ દિવસબાકીના ૫૦ ટકા સ્ટાફ બીજા દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે શાળાની ભૌતિક સુવિધાઓનો ઈમરજન્સીના સંજોગોમાં ગમે ત્રે ઉપયોગ કરવાની સ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે. જેથી શાળાની ચાવીઓ અને આચાર્ય તથા સ્ટાફની હેડ કવાર્ટર પરની હાજરી બાબતે કોઈપણ પ૩કારની અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહી તેવી સુચના આપવામાં આવી છે.