મોરબીમાં હોળીની રાત્રે કરુણાંતિકા સર્જાઈ, અકસ્માતમાં બે યુવાનોના મોત
મોરબી, તા. 22 માર્ચ 2019, શુક્રવાર
મોરબીમાં હોળીના પર્વે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં રોડનું કામ ચાલતું હોય જ્યાં રોડની આડશ માટે ધૂળની ઢગલીમાં બાઈક ઘુસી જતા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે.
બનાવની મળતી માહિતી મુજબ ફરિયાદી યશ અરવિંદભાઈ કાવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હર્ષ મહેશ પરમારએ (રહે. વાઘપરા) તેનું એફઝેડ બાઈકનં GJ-36-H-5417 પુરઝડપે ચલાવી નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રોડનું કામ ચાલુ હોય જ્યાં કરેલ માટીના ઢગલામાંમાં બાઈક ઘુસાડી દેતા બાઈક ચાલક હર્ષ પરમાર (ઉ.વ.20) અને મિત મેરજા (ઉ.વ.20) વાળાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.
જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે બંનેના મોત નીપજ્યા હતા. યુવાનો હોળીની રાત્રીએ ફરવા નીકળ્યા હતા અને રાત્રીના અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને પરિવારોમાં ધુળેટીના પર્વે માતમના દ્રશ્યો જોવા મળ્યા હતા.